આલિયા ભટ્ટ વર્ક લોડના કારણે હોસ્પિટલમાં કરાઈ દાખલ

0
458
આ સિવાય આલિયા ભટ્ટની આગામી ફિલ્મોમાં અયાન મુખરજીની 'બ્રહ્માસ્ત્ર' અને એસએસ રાજામૌલીની ફિલ્મ 'RRR' છે.
આ સિવાય આલિયા ભટ્ટની આગામી ફિલ્મોમાં અયાન મુખરજીની 'બ્રહ્માસ્ત્ર' અને એસએસ રાજામૌલીની ફિલ્મ 'RRR' છે.

બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ અત્યારે એકસાથે ઘણી ફિલ્મોનું શૂટિંગ કરી રહી છે. જેના કારણે તેના પર કામનું ભારણ વધી ગયું છે. આ કારણે આલિયા ભટ્ટની તબિયત ખરાબ થઈ ગઈ અને તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. જો કે આલિયા ભટ્ટને થોડા કલાકમાં જ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવીતારીખ 17 જાન્યુઆરીએ આલિયા ભટ્ટની અચાનક તબિયત ખરાબ થઈ તો તેને સર એચએન રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી.

હોસ્પિટલમાં ડોક્ટર્સને લાગ્યું કે હવે આલિયા ભટ્ટની તબિયત સારી છે ત્યારે તેને રજા આપવામાં આવી. હાલ આલિયા ભટ્ટ સ્વસ્થ છે અને 18 જાન્યુઆરીએ સવારે ફરી શૂટિંગ પર પાછી ફરી છે. આલિયા ભટ્ટ હોસ્પિટલમાં દાખલ થઈ તે બાબતે ફિલ્મની ટીમ તરફથી કોઈ જાણકારી સામે આવી નથી.અહીં નોંધનીય છે કે આલિયા ભટ્ટ આજકાલ ડિરેક્ટર સંજય લીલા ભણસાળીની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મનું શૂટિંગ લોકડાઉનના કારણે રોકાઈ ગયું હતું, અને હવે તે ફરી શરૂ કરાયું છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ લીડ રોલમાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here