આ રીતે કરો વાળની દેખરેખ

0
589
તેલમાં લીમડાના પાન નાખીને ગરમ કરી લો અને ન્હાતા પહેલા તેના સ્કૈલ્પમાં સારી રીતે લગાવો.
તેલમાં લીમડાના પાન નાખીને ગરમ કરી લો અને ન્હાતા પહેલા તેના સ્કૈલ્પમાં સારી રીતે લગાવો.
ચમ્પી કે માથાની માલિશની પ્રથા પેઢીઓથી ચાલતી આવી રહી છે અને આપણામાંથી ઘણા બધા લોકો વાળને ધોતા પહેલા માથાની માલિશ કરે છે. એવુ કહેવાય છે કે વાળમાં તેલ લગાવવાથી, વાળને સમય પહેલા સફેદ થતા રોકી શકાય છે, તેનાથી વાળની જડ મજબૂત થાય છે અને પ્રેશર પોઈંટ્સ પર માલિશ કરવાથી તનાવ ઓછો થાય છે. આયુર્વેદ મુજબ માથાનો દુ:ખાવો વાત સાથે જોડાયેલો હોય છે.
તેથી સાંજે 6 વાગે વાળમાં તેલ લગાવવુ જોઈએ. દિવસનો આ સમય વાત દૂર કરવા માટે સારો હોય છે.તમે વાળમાં શૈમ્પૂ કરતા પહેલા પણ અઠવાડિયિઆમાં એક કે બે વાર તેલ લગાવી શકો છો. જો કે વાળને ધોયા પછી તેલ લગાવવાથી બચવુ જોઈએ, કારણ કે તેનાથી વાળમાં ધૂળ અને માટીની સમસ્યા થઈ શકે છે. વાળમાં નિયમિત તેલ લગાવવાથી સ્કૈલ્પમાં રૂસી અને ખુજલીની સમસ્યા દૂર થઈ જાય છે.
તેલમાં લીમડાના પાન નાખીને ગરમ કરી લો અને ન્હાતા પહેલા તેના સ્કૈલ્પમાં સારી રીતે લગાવો. ત્યારબાદ કુણા પાણીથી વાળ ધોઈ લો. ખોડાની સમસ્યાથી સંપૂર્ણ રીતે છુટકારો મળી જશે.રાત્રે સૂતા પહેલા તમારા વાળ અને સ્કૈલ્પમાં સારી રીતે તેલ લગાવવુ જોઈએ.રાત્રે સૂવાના અડધો કલાક પહેલા વાળમાં તેલ લગાવીને હળવા હાથે મસાજ કરવાથી ઊંઘ સારી આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here