એકપણ પરીક્ષા યોગ્ય રીતે ના લઇ શકતા લોકો સરકાર ચલાવવાને લાયક નહીં: હાર્દિક

0
974

– પેપર લીક કરાવવામાં ભાજપના કેટલાક નેતાઓ જવાબદાર હોવાનો આક્ષેપ
– એક રાતમાં સરકાર આરોપીઓ પકડી શકી તો પેપર ના સાચવી શકી?

ગાંધીનગર 

પાસ નેતા હાર્દિક પટેલે લોકરક્ષકની ભરતીના પેપર લીક મુદ્દે ભાજપ સરકારની કામગીરી નાટકરૂપ ગણાવી આકરા પ્રહાર કરતા એવો આક્ષેપ કર્યો છે કે તમામ ભરતીમાં કૌભાંડ થઇ રહ્યા છે અને એકપણ પરીક્ષા યોગ્ય રીતે ના લઇ શકતા લોકો સરકાર ચલાવવાને પણ લાયક નથી તેમ પણ જણાવ્યું હતું. ભાજપના કેટલાક નેતાઓ પેપર લીક માટે જવાબદાર હોવાનો પણ આક્ષેપ કરતા ગુજરાતને ભ્રષ્ટાચારમાંથી મુક્ત કરાવવા યુવાનોને અપીલ કરી હતી.

હાર્દિકે કહ્યું હતું કે, સરકારે ૯ લાખ ઉમેદવારો પાસેથી કરોડો રૂપિયા ફોર્મ-ફી પેટે લઇ લીધા પણ તેમને કોઇ વળતર આપી શકી નથી. જો સરકાર એક રાતમાં આરોપીઓને પકડી શકે તો એક પરીક્ષાના પેપર કેમ ના સાચવી શકે તેવો કટાક્ષ કરતા હાર્દિકે કહ્યું હતું કે, જસદણની ચૂંટણી અને વાઇબ્રન્ટ સમિટની ચર્ચા થાય છે પરંતુ રાજયના ૬૦ લાખ બેકાર યુવાનો માટે મજાક કરવામાં આવી રહી છે.

એસપીજી અનામત માટે ઉગ્ર આંદોલન કરશે
પાટીદારોની આંદોલનકારી સંસ્થા સરદાર પટેલ ગ્રૂપ (એસપીજી) દ્વારા સરકાર સામે નવેસરથી બાંયો ચડાવવામાં આવી છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેથી અનામતની માગણી માટે દેખાવો શરૂ કરવામાં આવશે. એસપીજીના પ્રવક્તા પૂર્વિન પટેલના જણાવ્યામુજબ ભાજપ સરકાર સમક્ષ સતત રજૂઆતો છતાં કોઇ ઉકેલ આવતો ના હોવાથી હવે ૧૫ ડિસેમ્બરથી નર્મદા ડેમ પાસે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એસપીજીના અગ્રણી લાલજીભાઇ પટેલ સહિતના કાર્યકરો નમન કરીને અનામત માટેના ઉગ્ર આંદોલન શરૂઆત કરશે.

ઉંઝા ખાતે ૧૫મીએ રાત્રે કેન્ડલ માર્ચ કરાશે. ૧૬મીએ સાબરમતીથી ગાંધીનગર સુધીની પાટીદાર ન્યાય પદયાત્રા યોજાશે. ૨૩મીએ પ્રાંતિજના ધડકણ ગામે રાત્રિ સભા યોજાશે. વિવિધ તાલુકા-જિલ્લા મથકે તંત્રને ફરીથી એસપીજી દ્વારા આવેદનપત્ર અપાશે જેમાં પાટીદાર આંદોનલકારીઓના પરિવારોને ન્યાય અને અલપેશ કથીરિયાને જેલ મુક્તિની પણ  કરાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here