એક વખત ફરીથી પાટીદારોને અનામત અપાવવા માટે હાર્દિક પટેલે

0
1105

એક વખત ફરીથી પાટીદારોને અનામત અપાવવા માટે હાર્દિક પટેલે પોતાની ભરપૂર કોશિષો શરૂ કરી દીધી છે, જેને લઈને એક માસ્ટર પ્લાન પણ બનાવી નાંખ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. હાર્દિકે આજે પોતાના તમામ 25 પાસ કન્વીરોને સાથે રાખીને ગાંધીનગર આવી પહોંચ્યો હતો. જ્યાં તેને ઓબીસી પંચ સમક્ષ અનામત આપવા માટે 11 પાનાની લેખિતમાં રજૂઆત કરી હતી. હાર્દિક પટેલે OBC પંચ સાથે મુલાકાત બાદ મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતુ કે, ઓબીસી પંચનું વલણ હકારાત્મક રહ્યું હતું.

મહારાષ્ટ્રમાં મરાઠાઓને અનામત માટેની ભલામણો સ્વીકાર્યા બાદ ગુજરાતમાં પણ પાટીદારોને અનામત મળે તે માટે હાર્દિક પટેલે પ્રયત્નો તેજ કરી દીધા છે. હાર્દિકે હવે નવો રસ્તો અપનાવ્યો છે, જેમાં તે પોતાની પાસની ટીમના 25 કન્વીનરો સાથે મળીને ગાંધીનગર સ્થિત ઓબીસી પંચને લેખીતમાં રજૂઆત કરી હતી. ત્યારબાદ હાર્દિકે જણાવ્યું કે અમે OBC પંચને રજૂઆત કરી છે, સરકાર અને અન્ય પછાત વર્ગ આયોગના અધ્યક્ષ સુજ્ઞાબેન ભટ્ટે અમારી વાત સાંભળી છે, પાટીદારોને અનામત મળવાના પૂરેપૂરા ચાન્સ છે.

હાર્દિકે વધુમાં જણાવ્યું કે, અમને ભાજપ સરકાર પાસેથી પણ સહકારની આશા છે, સરકાર પાટીદારોના હીતનું વિચારે, ગાંધીનગર ખાતે ઓબીસી પંચને મળ્યા બાદ તેઓ ફરી એક અઠવાડિયા પછી મુલાકાત કરશે. હાર્દિકે કહ્યું કે,  રાજ્યમાં સર્વે કરાવ્યા બાદ પંચ યોગ્ય નિર્ણય લેશે તેવી આશા છે. તે ઉપરાંત હાર્દિક પટેલે મહારાષ્ટ્ર હાઇકોર્ટમાં પણ અનામતને લઈને અરજી કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here