એસબીઆઈ જનરલ ઈન્શ્યુરન્સે ૨૦૧૮-૧૯ના પ્રથમ અર્ધવાર્ષિકમાં રૂ. ૨૧૭ કરોડનો નફો નોંધવ્યો

0
1137

એસબીઆઈ જનરલ ઈન્શ્યુરન્સે ૨૦૧૮-૧૯ના પ્રથમ અર્ધવાર્ષિકમાં રૂ. ૨૧૭ કરોડનો નફો નોંધવ્યો

– ગ્રોસ રિટન પ્રીમિયમ આ જ સમયગાળામાં રૂ. ૨,૦૬૭ કરોડ સાથે ૩૦ ટકા વધ્યું
મુંબઈ, ૨૪ ઓક્ટોબર, ૨૦૧૮ઃભારતમાં અગ્રણી જનરલ ઈન્શ્યુરન્સ કંપનીમાંથી એકએસબીઆઈ જનરલ ઈન્શ્યુરન્સે ૨૦૧૭-૧૮ના પ્રથમ અર્ધવાર્ષિકમાં રૂ. ૧૩૨ કરોડની સામે ૨૦૧૮-૧૯ના પ્રથમ અર્ધવાર્ષિકમાં રૂ. ૨૧૭ કરોડનો નફો નોંધાવ્યો છે. એસબીઆઈ જનરલ ઈન્શ્યુરન્સે ૨૦૧૭-૧૮ના પ્રથમ અર્ધવાર્ષિકમાં રૂ. ૬૦ કરોડના વીમાંકન નુકસાન સામે ૨૦૧૮-૧૯ના પ્રથમ અર્ધવાર્ષિકમાં રૂ. ૩૭ કરોડનો સક્ષમ વીમાંકન નફો નોંધાવ્યો છે. ગ્રોસ રિટન પ્રીમિયમ (જીડબ્લ્યુપી)માં પણ ૨૦૧૭-૧૮ના પ્રથમ અર્ધવાર્ષિકમાં રૂ. ૧૫૯૩ કરોડ પરથી ૨૦૧૮-૧૯ના પ્રથમ અર્ધવાર્ષિકમાં રૂ. ૨૦૬૭ કરોડ સાથે ૩૦ ટકાની નોંધનીય વૃદ્ધિ નોંધાવી છે. સોલ્વન્સી રેશિયો ૨૦૧૮-૧૯ના પ્રથમ અર્ધવાર્ષિકમાં ૨.૪૬ રહ્યો છે, જ્યારે કમ્બાઈન્ડ રેશિયો ૯૬.૮ ટકા રહ્યો છે.

પરિણામો પર બોલતાંએસબીઆઈ જનરલ ઈન્શ્યુરન્સેના સીએફઓ શ્રી રિખિલ ક શાહે જણાવ્યું હતું કેએસબીઆઈ જનરલ ઈન્શ્યુરન્સે ૨૦૧૮-૧૯ના પ્રથમ અર્ધવાર્ષિકમાં કામગીરીમાંએકધારી રીતે નોંધનીય વૃદ્ધિ નોંધાવી છે. અમે ભારપૂર્વક માનીએ છીએ કે વીમા ખેલાડીની મુખ્ય શક્તિ વીમાંકન નફો સંરક્ષિત કરવામાં રહેલી છે. આથી અમારો નફો લગભગ ૬૫ ટકા (એલટીએચમાં વન ટાઈમ રિઈન્શ્યુરનવ્સનો નફાનો પ્રભાવ બાદ કરતાં) વધ્યો ત્યારે તે ઉપરાંત ૨૦૧૮-૧૯ના પ્રથમ અર્ધવાર્ષિકમાં રૂ. ૩૭ કરોડનો સક્ષમ વીમાંકન નફો અમે નોંધાવ્યો તે જાહેર કરવામાં ગૌરવની લાગણી થાય છે. અમે નહીં પહોંચી શકાયેલી બજારોમાં અમારા ગ્રાહકો સાતે ભાગીદારી કરીને અને દાવાની પ્રક્રિયાના ઝડપી ટ્રેકિંગ સાથે તેને વધુ સક્ષમ બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. વીમા ઉદ્યોગ રસપ્રદ તબક્કામાં આવી ગયો છે અને અમે સેગમેન્ટમાં આગેવાન તરીકે ઓળખાવવા માટે આ ગતિનો લાભ લેવા માટે ઉત્સુક છીએ.

આ નાણાકીય વર્ષનાં ૨૦૧૮-૧૯ના પ્રથમ અર્ધવાર્ષિકમાં પરિણામોએ ગયા નાણાકીય વર્ષમાં આ જ સમયગાળાની તુલનામાં નોંધનીય વૃદ્ધિ જોઈ છે.
૨૦૧૮-૧૯નું પ્રથમ અર્ધવાર્ષિક           ૨૦૧૭-૧૮નું પ્રથમ અર્ધવાર્ષિક
વૃદ્ધિ દર (%)                                                                                                 ૩૦
ગ્રોસ રિટન પ્રીમિયમ (કરોડ)                                                                                 ૨૦૬૭
વેરા પછીનો નફો (કરોડ)                                         ૨૧૭                                       *૧૩૨
ઉદ્યોગની વૃદ્ધિ (%)                                              ૧૩%                                      ૧૯%
સોલ્વન્સી રેશિયો                                                  ૨.૪૬                                      ૨.૬૭
વીમાંકન નફો / (નુકસાન) (કરોડ)                               ૩૭                                        *(૬૦)
જીડબ્લ્યુપીમાં કાર્યશીલ ખર્ચ પ્રમાણ                                                                          ૧૩.૫
દાવાનું પ્રમાણ                                                                                                  ૭૬.૭
એકત્રિત પ્રમાણ                                                                                                ૯૬.૮
રોકાણની આવક (કરોડ)                                         ૨૧૮                                        ૧૯૨
એયુએમ (કરોડ)                                                                                               ૫૭૯૦
આરઓઈ (વાર્ષિકીય) (%)                                      ૨૭.૧                                    *૧૯.૭

*૨૦૧૭-૧૮ના પ્રથમ અર્ધવાર્ષિકમાં નોંધાયેલા આંકડાઓએ વન ટાઈમ એલટીએચ રિઈન્શ્યુરન્સ સીડિંગનો પ્રભાવ ઓછો કર્યો છે, જેમાં વેરા પછીનો નફો રૂ. ૩૦૧ કરોડ સઉધી વધ્યો છે, વીમાંકન નફો રૂ. ૧૧૦ કરોડ, એકત્રિત રેશિયો ૮૭ ટકા વધ્યો છે, જેને લીદે ઈક્વિટી પર વાર્ષિકીય વળચરો આશરે ૪૮ ટકા રહ્યું છે.

સંચાલન મોરચે આગળ રહેવા સાથે એસબીઆઈ જનરલનો ફંડામેન્ટલ પાયો પણ મજબૂત રહ્યો છે. તેની વારી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા હાલમાં હિસ્સાનું વેચાણ થતાં કંપનીનું મૂલ્ય રૂ. ૧૨,૦૦૦ કરોડ થયું છે. કામગીરીનાં સાત વર્ષમાં કંપની અગ્રણી સામાન્ય વીમા કંપનીઓમાં અવ્વલમાં સ્થાન ધરાવે છે અને આકારક્ષમ સ્તર હાંસલ કરી દીધો હોઈ સપ્ટેમ્બર ૨૦૧૮ના રોજ આઠમી સૌથી વિશાળ ખાનગી સામાન્ય વીમા ખેલાડી બની છે.

એસબીઆઈ જનરલ ઈન્શ્યુરન્સ વિશે
એસબીઆઈ જનરલ ઈન્શ્યુરન્સ કંપની લિમિટેડે વર્ષ ૨૦૧૦માં તેની કામગીરી શરૂ કરી હતી અને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા અને ઈન્શ્યુરન્સ ઓસ્ટ્રેલિયા ગ્રુપ (આઈએજી) વચ્ચેનું સંયુક્ત સાહસ છે.
કંપની રિટેઈલ અવકાશમાંમોટર, હેલ્થ, પર્સનલ એક્સિડેન્ટ, ટ્રાવેલ, હોમ ઈન્શ્યુરન્સ અને માઈક્રો ઈન્શ્યુરન્સ, કમર્શિયલ અવકાશમાં એવિયેશન, ફાયર, મરીન, પેકેજ, કન્સ્ટ્રકશન અને એન્જિનિયરિંગ લાયેબિલિટી ઈન્શ્યુરન્સ જેવી પ્રોડક્ટોની સંપૂર્ણ શ્રેણી ઓફર કરે છે. કંપનીએ પીએમએફબીવાય (પ્રધાન મંત્રી ફસલ બીમા યોજના)માં પણ સક્રિય રીતે ભાગ લીધો છે, જ્યાં નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ દરમિયાન તેણે રૂ. ૭૦૦ કરોડનું પ્રીમિયમ ભેગું કર્યું હતું.

એસબીઆઈ જનરલ ઈન્શ્યુરન્સ મજબૂત બહુ- વિતરણ મોડેલનું પાલન કરે છે, જેમાં બેન્કએશ્યોરન્સ, એજન્સી, બ્રોકિંગ અને રિટેઈલ ડાયરેક્ટ ચેનલોનો સમાવેશ થાય છે. આજેએસબીઆઈ જનરલ ઈન્શ્યુરન્સના વિતરણ પરિવારમાં લગભગ ૨૧,૦૦૦ આઈઆરડીએઆઈ પ્રમાણિત કર્મચારીઓ છે, જેમાં સ્ટેટ બેન્ક ગ્રુપના કર્મચારીઓ અને લગભગ ૮૦૦૦ એજન્ટોનો સમાવેશ થાય છે, જે દેશના અંતરિયાળ વિસ્તારોમાં પણ વીમો આસાનીથી ઉપલબ્ધ કરાવે છે.

એસબીઆઈ જનરલ ઈન્શ્યુરન્સની સ્ટેટ બેન્ક ગ્રુપમાં લગભગ ૨૩,૦૦૦ શાખાની સ્થાપિત હાજરી છે. કંપનીની હાલની ભૌગોલિક પહોંચ સેટેલાઈટ સંસાધનો થકી વધુ ૩૫૦થી વદુ સ્થળોની હાજરી સાથે ભારતભરનાં ૧૧૦થી વધુ શહેરોને આવરી લે છે. એસબીઆઈ જનરલ ઈન્શ્યુરન્સ હાલમાં ત્રણ મુખ્ય ગ્રાહક વર્ગોને સેવા આપે છે,
આભાર – નિહારીકા રવિયા જેમાં રિટેઈલ સેગમેન્ટ (વ્યક્તિગત અને પરિવારોને સેવા આપે છે), કોર્પોરેટ સેગમેન્ટ (મધ્યમથી મોટા આકારની કંપનીઓને સેવા) અને એસએમઈ સેગમેન્ટનો સમાવેશ થાય છે.

એસબીઆઈ જનરલ ઈન્શ્યુરન્સે ૩૬ ટકાની વર્ષ દર વર્ષ વૃદ્ધિ સાથે રૂ. ૩૫૫૩ કરોડના ગ્રોસ રિટન પ્રીમિયમ સાથે નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ બંધ કર્યું હતું.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here