કરણ અર્જુન આવે કે ન આવે પરંતુ આવશે તો મોદી જઃ ભાજપ

0
803

(જી.એન.એસ)ન્યુ દિલ્હી,
ભારતીય જનતા પાર્ટી અને અન્ય કેટલાક ભાજપના નેતાઓના ટ્વીટર હેન્ડલ દ્વારા કેટલાક કાર્ટૂન વીડિયો શેર કરવામાં આવ્યા છે. જેમાં વિપક્ષી એક્તા, રાહુલ ગાંધી અને અન્ય નેતાઓ પર ટોણો મારવાની સાથે પક્ષનો પ્રચાર કરવામાં આવ્યો છે. આ કાર્ટૂન વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થવાના શરુ થઈ ગયા છે. કાર્ટૂન ઉપરાંત એક વીડિયો સોન્ગ પણ સામે આવ્યું છે. જેનું શિર્ષક “કરણ અર્જૂન આવે કે ન આવે, પરંતુ આવશે તો મોદી જ’.
નોંધનીય છે કે ભાજપ દરેક ચૂંટણી વખતે અનોખા ચૂંટણી પ્રચારને અપનાવવાનો પ્રયાસ કરે છે. વર્ષ ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં પણ ટેક્નોલોજીનો મોટાપાયે ઉપયોગ ભાજપના જીતવાના કારણો પૈકી એક હતો. આ વખતે પણ ભાજપ આવા જ નવા પ્રયાસો કરી રહ્યો છે. જેથી અનેક કાર્ટૂન્સ બનાવીને એક સાથે રીલિઝ કરવામાં આવ્યા છે. આ કાર્ટૂન અને ભાજપનું વીડિયો સોન્ગ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.
અહીં એક કાર્ટૂનમાં રાહુલ ગાંધીને મોદી સાથે ચેસની રમત રમતા દર્શાવવામાં આવ્યા છે. આ કાર્ટૂને ભાજપના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પરથી ટ્વીટ કરતા ભાજપે લખ્યું છે કે “ચેસ કે ઈસ ખેલ મેં એસા બુરા હાલ.. કન્ફ્યુઝન મે રહને વાલી ટીમ ચારોં ખાને ચિત હોગી ઈસ બાર, ફિર એક બાર મોદી સરકાર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here