કૃષિ આંદોલન: સરકારે ૩૦મી ડિસેમ્બરે વાતચીત કરવા ખેડૂતોને આમંત્ર્યા

0
316
સરકાર આ મડાગાંઠ ઉકેલવા અને ગેરસમજ દૂર કરવા પ્રયત્નશીલ છે. જોકે, મને આશા છે કે ટૂંક સમયમાં ખેડૂતોને સચ્ચાઇ સમજાશે અને આંદોલનનો અંત આવશે.
સરકાર આ મડાગાંઠ ઉકેલવા અને ગેરસમજ દૂર કરવા પ્રયત્નશીલ છે. જોકે, મને આશા છે કે ટૂંક સમયમાં ખેડૂતોને સચ્ચાઇ સમજાશે અને આંદોલનનો અંત આવશે.

નવી દિલ્હી: સરકારે નવા ઘડાયેલા ત્રણ કૃષિ કાયદા મામલે બધા જ મુદ્દે તાર્કિક ઉકેલ લાવવા માટે આંદોલન કરી રહેલા ખેડૂતોના ૪૦ યુનિયનને ચર્ચા કરવા માટે ૩૦મી ડિસેમ્બરે આમંત્રણ આપ્યું છે.સપ્ટેમ્બરમાં ઘડવામાં આવેલા કાયદા રદ કરવા સહિતના પ્રસ્તાવ પર ૨૯મી ડિસેમ્બરે ચર્ચા કરવાની વાત ખેડૂતોના યુનિયનોએ ગત સપ્તાહ દરમિયાન સરકારને જણાવી હતી.કૃષિ સચિવ સંજય અગરવાલે યુનિયનોને લખેલા પત્રમાં રાજધાની દિલ્હીમાં ૩૦મી ડિસેમ્બરે બપોરે બે વાગ્યે વિત્રાન ભવન ખાતે ચર્ચા કરવા આવવાનું આમંત્રણ આપ્યું છે.આ અગાઉ પાંચમી ડિસેમ્બરે બંને પક્ષે થયેલી ચર્ચા વખતે યુનિયને સરકાર પાસે પોતાની ત્રણેય કાયદા રદ કરવાની માગણીનો હા કે નામાં જવાબ માગ્યો હતો.અગરવાલે જણાવ્યું હતું કે સરકાર બધા જ સંબંધિત મુદ્દાઓનો તાર્કિક ઉકેલ લાવવા માટે સ્પષ્ટ હેતુ અને ખુલ્લા મને તૈયાર છે.પ્રસ્તાવિત બેઠક વિશે એમણે જણાવ્યું હતું કે બેઠક દરમિયાન ત્રણેય કાયદા વિશે, એમએસપી સિસ્ટમ તથા ઇલેક્ટ્રિસિટી અમેન્ડમેન્ટ બિલ અને દિલ્હી તથા એનસીઆર અને આસપાસના વિસ્તારના વાયુ પ્રદૂષણ વિશે વિગતવાર ચર્ચા કરવામાં આવશે.અત્યાર સુધીમાં સરકાર સાથે આ મામલે પાંચ વખત ચર્ચા થઇ છે, પણ કોઇ ઉકેલ આવ્યો નથી.દરમિયાન, કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું હતું કે નવા કૃષિ કાયદા વિશે યોજનાબદ્ધ રીતે ખેડૂતોમાં જુઠ્ઠાણું ફેલાવવામાં આવ્યું છે. સરકાર આ મડાગાંઠ ઉકેલવા અને ગેરસમજ દૂર કરવા પ્રયત્નશીલ છે. જોકે, મને આશા છે કે ટૂંક સમયમાં ખેડૂતોને સચ્ચાઇ સમજાશે અને આંદોલનનો અંત આવશે. ટૂંક સમયમાં કોઇક માર્ગ જડી આવશે અને એ રીતે ઉકેલ પણ મળી જશે. બધા જાણે છે કે જુઠ્ઠાણુ વધુ સમય ટકી શકતું નથી. સત્ય એ સત્ય છે. એક સમય એવો આવશે કે લોકોને સત્ય સમજાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here