કેન્દ્ર સરકારની આયુષ્યમાન યોજના આજે પાંચ વર્ષ પુરા થયા

0
325
જરૂરિયાત વર્ગના લોકો આ યોજનાનો લાભ મળતા ઘણા ખુશ છે.
જરૂરિયાત વર્ગના લોકો આ યોજનાનો લાભ મળતા ઘણા ખુશ છે.

ગાંધીનગર: કેન્દ્ર સરકારની આયુષ્યમાન યોજના લોકો માટે આર્શીવાદરૂપ બની રહી છે. જરૂરિયાત વર્ગના લોકો આ યોજનાનો લાભ મળતા ઘણા ખુશ છે. સુરેન્દ્રનગરના  રહેવાસી અરુણાબેન પારેખને હૃદય રોગનો હુમલો આવ્યો હતો. ત્યારબાદ સારવાર માટે શહેરની સી.યુ.શાહ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. દર્દીની સારવાર માટેનો ખર્ચ આશરે 2 લાખથી વધુ થવાની શક્યતાને લઇ હોસ્પિટલના ડોક્ટરે દર્દીના પરિવારને જાણ કરી હતી. દર્દીને એન્જીયોગ્રાફી કરીને  સ્ટેન્ડ મૂકવું પડે તેવી પરિસ્થિતિ કારણે હોસ્પિટલના ડોક્ટરે સરકારની આયુષ્યમાન કાર્ડ અંગે માહિતગાર કર્યા હતા.

આ સમયે દર્દીના પરિવાર પાસે આયુષ્યમાન યોજના કાર્ડ હોવાથી દર્દીને  વિનામુલ્યે સારવાર કરી આપવામાં આવી હતી. આ સાથે દવા તેમજ લેબોરેટરીનો ખર્ચ સહિત રહેવા,જમવાની વ્યવસ્થા પણ હોસ્પિટલ દ્વારા કરી આપવામાં આવી હતી. આ યોજનાનો લાભ મેળવેલ દર્દીના પરિવારો ખુશી પણ વ્યક્ત કરી હતી. સી.યુ. શાહ હોસ્પિટલે અત્યાર સુધીમાં પચાસથી વધુ ઓપરેશન આ યોજના થકી ફ્રીમાં કરવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here