કોન્ટ્રોવર્સી ક્વીન કંગના

0
312
ઉલ્લેખનીય છે કે રજનીશ ‘ધાકડ’થી જ નિર્દેશક તરીકેની શરૂઆત કરી રહ્યા છે. આ પહેલાં તેઓ એડવર્ટાઈઝમેન્ટ ફિલ્મો બનાવતા રહ્યા હતા. કંગના સિવાય આ ફિલ્મમાં અર્જુન રામપાલ અને દિવ્યા દત્તા પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં કંગના સ્પાય એજન્ટ અગ્નિનો રોલ નિભાવી રહી છે, જ્યારે અર્જુન રામપાલ રુદ્રવીર નામના એક નેગેટિવ રોલમાં છે.
ઉલ્લેખનીય છે કે રજનીશ ‘ધાકડ’થી જ નિર્દેશક તરીકેની શરૂઆત કરી રહ્યા છે. આ પહેલાં તેઓ એડવર્ટાઈઝમેન્ટ ફિલ્મો બનાવતા રહ્યા હતા. કંગના સિવાય આ ફિલ્મમાં અર્જુન રામપાલ અને દિવ્યા દત્તા પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં કંગના સ્પાય એજન્ટ અગ્નિનો રોલ નિભાવી રહી છે, જ્યારે અર્જુન રામપાલ રુદ્રવીર નામના એક નેગેટિવ રોલમાં છે.

હવે આ તેનો સ્વભાવ છે કે તેને પોઝિટિવ પબ્લિસિટી યા નેગેટિવ પબ્લિસિટીથી ખાસ કોઈ ફેર નથી પડી રહ્યો. દર થોડાક સમયે એક નવો વિવાદ અને કોન્ટ્રોવર્સીમાં પોતાની જાતને સંડોવીને સતત લાઈમલાઈટમાં રહેવામાં આપણી ‘ક્વીન’ને કોઈ જ પહોંચી શકે એમ નથી.

બી-ટાઉનની ‘બડબડ ક્વીન’ કહો કે પછી ‘કોન્ટ્રોવર્સી ક્વીન’ આ બંને ખિતાબ અનડાઉટેડલી એક વ્યક્તિને જ જાય છે અને એ વ્યક્તિ એટલે કંગના રનૉટ. કંગના કદાચ ઈન્ડસ્ટ્રીની એકમાત્ર એવી વ્યક્તિ છે કે જે પોતાના કામ કરતાં પોતે વહોરી લીધેલા વિવાદોને કારણે વધારે ચર્ચામાં રહેતી હોય છે. જોકે, હાલ તો તે પોતાની આગામી ફિલ્મ ‘ધાકડ’ના શૂટિંગ માટે મધ્ય પ્રદેશમાં છે, જેનું દિગ્દર્શન રજનીશ ઘઈ કરી રહ્યા છે. કંગનાએ ૨૦૦૬માં ફિલ્મ ‘ગેંગસ્ટર’થી ઈન્ડસ્ટ્રીમાં પા-પા પગલી માંડી હતી અને ત્યાર પછી તેણે કામની બાબતમાં ક્યારેય પાછું વળીને જોયું જ નથી. નેપોટિઝમવાળા મુુદ્દે બેફામ નિવેદનો કરીને વિવાદનો મધપૂડો છંછેડી દેનારી ક્વીને હવે નવો વિવાદ છેડી દીધો છે.મેરિલ સ્ટ્રીપવાળા ટ્વિટ બાદ સોશિયલ મીડિયા પર જ્યાં જુઓ ત્યાં બસ કંગનાના જ નામની ચર્ચા થઈ રહી હતી અને હવે તેને નવો એંગલ આપીને તેણે આ આખો મામલો બી-ટાઉનના કપૂર, ખાન અને કુમારની તરફ વાળી દીધો… જ્યાં તેને એ લઈ જવો છે. આ અઠવાડિયાની શરૂઆત મેરિલ સ્ટ્રીપવાળા ટ્વિટથી અને આખો દિવસ તેને કારણે ચર્ચામાં રહ્યા બાદ બીજા દિવસે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ફિલ્મમેકર્સ પર નિશાનો સાધીને કંગનાએ આખી ઘટનાને જોઈએ એવો એંગલ આપી જ દીધો. કંગનાએ તો ત્યાં સુધી કહી દીધું કે ‘મારી સાથે કરિયર શરૂ કર્યું અને જ્યારે સક્સેસ મળી તો તરત જ કપૂર, ખાન અને કુમારોને ફિલ્મોમાં લેવા લાગ્યા…’

આ જ તો છે આપણી બડબડ ક્વીનની સ્પેશિયાલિટી. તે કોઈ પણ વિવાદને ગુમાવી ફરાવીને પાછો ત્યાં લાવી જ દે છે

આ ટ્વિટના માધ્યમથી કોના પર નિશાનો સાધી રહી છે એ તો નથી ખબર પડી રહી પણ હા, તેના આ ટ્વિટથી ઈન્ડસ્ટ્રીમાં એક નવો વિવાદ ચોક્કસ જ છેડાઈ જશે, એ વાતની ગેરન્ટી. એટલું જ નહીં તેણે આ ટ્વિટના માધ્યમથી મહિલાપ્રધાન ફિલ્મો બનાવવા પર પણ ભાર મૂક્યો હતો. કંગના પોતાની ફિલ્મો કરતાં પણ વિવાદોમાં ઘેરાવાને કારણે વધારે ચર્ચામાં રહે છે. હાલમાં કંગના તેની આગામી સ્પાય એક્શન ફિલ્મ ‘ધાકડ’ના શૂટિંગ માટે મધ્ય પ્રદેશમાં છે અને તેણે ટ્વિટ કરતાં લખ્યું હતું કે ‘ભારતના ઘણા મોટા મોટા ફિલ્મમેકર્સે મારી સાથે પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી અને હવે જ્યારે તેઓ સફળ થઈ ગયા છે ત્યારે કપૂર, ખાન અને કુમારોની સાથે જ ફિલ્મો બનાવી રહ્યા છે.’ આ ટ્વિટના બીજા ભાગમાં મજાક કરતાં લખ્યું હતું કે ‘મિત્રો, જ્યારે અમારા રજનીશ ઘઈજી ટોપના ફિલ્મમેકર બની જાય ત્યારે એમને યાદ અપાવજો કે ક્યારેક ક્યારેક મહિલાપ્રધાન ફિલ્મો પણ બનાવતા રહે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here