કોરોનાના કેસમાં વધારો ૨૪ કલાકમાં રાજ્યમાં નવા ૩,૬૭૦ કેસ, ૩૬ દર્દીના મોત

0
363
રાજ્યમાં કોરોનાને કારણે શુક્રવારે ૩૬ દર્દીના મૃત્યુ થયા હતા, જ્યારે હૉસ્પિટલમાંથી ૨,૪૨૨ જેટલા દર્દીને રજા આપવામાં આવી હતી.
રાજ્યમાં કોરોનાને કારણે શુક્રવારે ૩૬ દર્દીના મૃત્યુ થયા હતા, જ્યારે હૉસ્પિટલમાંથી ૨,૪૨૨ જેટલા દર્દીને રજા આપવામાં આવી હતી.

મુંબઈ: મુંબઈ સહિત રાજ્યમાં કોરોનાની સ્થિતિ ધીમે ધીમે ગંભીર બની રહી છે, જેમાં શુક્રવારે એક જ દિવસમાં કોરોનાના કેસની સંખ્યા ૩,૫૦૦ પાર કરી હતી, જ્યારે મુંબઈ શહેરમાં પણ ૬૦૦ જેટલા કેસની આસપાસ રહી હતી. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના રાજ્યમાં કુલ નવા ૩,૬૭૦ જેટલા કેસ નોંધાતા કુલ સંખ્યા વધીને ૨૦,૫૬,૫૭૫ થઈ છે. એ જ રીતે મુંબઈ શહેરમાં કોરોનાના નવા ૫૯૯ કેસ નોંધાયા હતા, પરિણામે કુલ કેસની સંખ્યા વધીને ૩,૧૨,૯૦૨ થઈ છે, એમ આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું હતું. રાજ્યમાં કોરોનાને કારણે શુક્રવારે ૩૬ દર્દીના મૃત્યુ થયા હતા, જ્યારે હૉસ્પિટલમાંથી ૨,૪૨૨ જેટલા દર્દીને રજા આપવામાં આવી હતી. રાજ્યમાં કોરોનાના કેસનો રિકવરી રેટ ૯૫.૯૧ ટકા થયો છે. એ જ પ્રકારે મુંબઈ શહેરમાં ચાર દર્દીના કોરોનાને કારણે મૃત્યુ થયા હતા, પરિણામે કુલ મૃતકની સંખ્યા વધીને ૧૧,૪૦૯ થઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૧,૫૨,૧૯,૪૧૬ જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા છે, જ્યારે કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૨૦.૫૬ લાખ નોંધાઈ હતી. હાલમાં મહારાષ્ટ્ર રાજ્યમાં ૧,૬૮,૦૮૭ જેટલા લોકો આમ છતાં આ અઠવાડિયાથી પ્રવાસી(બંને લાઈનમાં)ની સંખ્યામાં ત્રણથી ચાર લાખનો વધારો થયો છે. જોકે, હજુ પણ આ મુદ્દે અભ્યાસ કરવામાં આવી રહ્યો છે, ત્યારબાદ રાજ્ય સરકાર ચોક્કસ તારણ પર આવી શકે છે.

હોમ ક્વૉરન્ટાઈન તથા ૧,૭૮૯ જેટલા લોકોને ઈન્સ્ટિટ્યૂશનલ ક્વૉરન્ટાઈન રાખવામાં આવ્યા છે, એમ આરોગ્ય વિભાગના અહેવાલમાં જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here