કોરોના કેસની રફ્તાર ધીમી પડી

0
273
દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,10,63,491 થઈ ગઈ છે.બીજી તરફ, કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 1 કરોડ 7 લાખ 50 હજાર 680 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે.
દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,10,63,491 થઈ ગઈ છે.બીજી તરફ, કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 1 કરોડ 7 લાખ 50 હજાર 680 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે.

નવી દિલ્હી: દેશમાં કોરોના કેસની રફ્તાર ધીમી પડી રહી છે અને સતત ૧૯માં દિવસે દેશમાં કોરોનાના સક્રિય કેસ ૩૦,૦૦૦થી ઓછા નોંધાયા હતા. એ સાથે દેશમાં કોરોના કેસોની કુલ સંખ્યા ૧,૦૨,૮૬,૭૦૯ થઇ છે અને કોરોનાથી સાજા થયેલા લોકોની સંખ્યા વધીને ૯૮.૮૩ લાખ પર પહોંચી છે.છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૨૦,૦૩૫ નવા કેસ નોંધાયા છે અને કોરોનાથી થયેલા મૃત્યુનો આંક વધીને ૧,૪૮,૯૯૪ થયો છે, જેમાં છેલ્લા ૨૪ કલાકમાં થયેલા ૨૫૬ મૃત્યુનો પણ સમાવેશ થાય છે. હાલમાં દેશમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા ૨,૫૪,૨૫૪ છે. ૭ ઑગસ્ટના રોજ દેશમાં કોરોના કેસનો આંકડો ૨૦ લાખ, ૨૩ ઑગસ્ટના રોજ કોરોના કેસનો આંકડો ૩૦ લાખ, પાંચ સપ્ટેમ્બરના રોજ કોરોના કેસનો આંકડો ૪૦ લાખ, ૧૬ સપ્ટેમ્બરના રોજ કોરોના કેસનો આંકડો ૫૦ લાખ, ૨૮ સપ્ટેમ્બરના રોજ કોરોના કેસનો આંકડો ૬૦ લાખ, ૧૧ ઑક્ટોબરના રોજ કોરોના કેસનો આંકડો ૭૦ લાખ, ૨૯ ઑક્ટોબરના રોજ કોરોના કેસનો આંકડો ૮૦ લાખ, ૨૦ નવેમ્બરના રોજ કોરોના કેસનો આંકડો ૯૦ લાખ અને ૧૯ ડિસેમ્બરના રોજ કોરોના કેસનો આંકડો એક કરોડને આંબી ગયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here