ગુજરાતના શહેરો બાદ હવે આજે તાલુકા સ્તરે કોરોના વેકસીનેશન ડ્રાય રન યોજાશે

0
330
ગુજરાતે કરેલા આયોજનની કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો. હર્ષ વર્ધનને વિગતો આપતાં કહ્યું કે, ગુજરાતમાં પ્રથમ તબક્કામાં જે નાગરિકોને રસીથી સુરક્ષિત કરવાના છે તે માટે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા સંપૂર્ણ આયોજન કરી દેવાયું છે.
ગુજરાતે કરેલા આયોજનની કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો. હર્ષ વર્ધનને વિગતો આપતાં કહ્યું કે, ગુજરાતમાં પ્રથમ તબક્કામાં જે નાગરિકોને રસીથી સુરક્ષિત કરવાના છે તે માટે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા સંપૂર્ણ આયોજન કરી દેવાયું છે.

અમદાવાદ: ગુજરાતમાં કોરોના વેકસીનેશન ટ્રાયલ રન મહાનગરપાલિકાઓમાં મોપ-અપ ડ્રાય રન રાઉન્ડની કામગીરી પણ પૂર્ણ કરી દેવાઇ છે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા જિલ્લાઓમાં આ ડ્રાય રનનું આયોજન કરવા જણાવાયું હતું. તે સંદર્ભે ગુજરાતે આગળ વધીને રાજ્યના ૨૪૮ તાલુકાઓ અને ૨૬ ઝોનમાં તાલુકા-ઝોનદીઠ ત્રણ વેક્સીનેશન સાઇટ ખાતે આ ટ્રાયલ રન આવતીકાલે યોજવામાં આવશે.

રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે રાજ્ય સરકાર દ્વારા કોરોનાના રસીકરણ સંદર્ભે ગુજરાતે કરેલા આયોજનની કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો. હર્ષ વર્ધનને વિગતો આપતાં કહ્યું કે, ગુજરાતમાં પ્રથમ તબક્કામાં જે નાગરિકોને રસીથી સુરક્ષિત કરવાના છે તે માટે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા સંપૂર્ણ આયોજન કરી દેવાયું છે. રાજ્યમાં પ્રથમ તબક્કામાં ૪.૩૩ લાખ સરકારી અને ખાનગી હોસ્પિટલના ડોક્ટર-નર્સ, હેલ્થ વર્કરો, મલ્ટીપર્પઝ વર્કરો, સુપરવાઇઝર, સ્વીપર સહિતના કર્મીઓને આવરી લેવામાં આવનાર છે.

નાયબ મુખ્ય પ્રધાને કેન્દ્રીય પ્રધાનને રાજ્યના અંતરિયાળ-ડુંગરાળ વિસ્તારોમાં ઇન્ટરનેટની કનેક્ટીવીટી નહીં મળવાના પ્રશ્ર્નો ઉદ્ભવે છે તેવા સંજોગોમાં રસી અંગે લોકોને જાણકારી આપવામાં તકલીફો પડે છે. આવા સંજોગોમાં ઓફલાઇન વ્યવસ્થા ગોઠવવા સારું પણ તેમણે અનુરોધ કર્યો હતો. તેમણે ઉમેર્યુ કે, સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ભારત બાયોટેકનોલોજીની રસી ૧૦૦૦ લોકોને આપવા માટેનો ટ્રાયલ રન કરવામાં આવ્યો હતો. તે તમામને આ રસી આપી દેવાઇ છે. તેની કોઇને પણ આડઅસર જોવા મળી નથી. બીજા રાઉન્ડમાં પણ ૩૦૦ નાગરિકોને આ રસી આપવામાં આવી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી ડો. હર્ષવર્ધને દેશમાં પ્રવર્તી રહેલા કોરોના વાઈરસ સંદર્ભે નાગરિકોને ટુંક સમયમાં રસી ઉપલબ્ધ થનાર છે. આ રસીથી દેશના નાગરિકોને સુરક્ષિત કરવા માટે વિવિધ રાજ્યોના આરોગ્ય પ્રધાનોએ કરેલ આયોજન સંદર્ભે કેન્દ્રીય આરોગ્ય મંત્રીશ્રી ડો. હર્ષવર્ધને વીડિયો કોન્ફરન્સના માધ્યમ દ્વારા સમીક્ષા કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here