ગુજરાતમાં મોસમે બદલ્યો મિજાજ: ધુમ્મસ, કડકડતી ઠંડી અને કમોસમી વરસાદની આગાહી

0
394
૧૦ જાન્યુઆરીના ફરી વાતાવરણમાં પલટો આવશે. ૧૧ ,૧૨ અને ૧૩ જાન્યુઆરીના પણ રાજ્યમાં કમોસમી વરસાદ થવાની શકયતા છે.
૧૦ જાન્યુઆરીના ફરી વાતાવરણમાં પલટો આવશે. ૧૧ ,૧૨ અને ૧૩ જાન્યુઆરીના પણ રાજ્યમાં કમોસમી વરસાદ થવાની શકયતા છે.

અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી શિયાળાની ઠંડી વચ્ચે વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. કેટલાક ઠેકાણે માવઠુ પણ વરસ્યું છે, જ્યારે હજુ પણ માવઠાની આગાહી કરવામાં આવી છે. બીજી બાજુ ઉત્તર પૂર્વી હવાઓના લીધે ફરીથી તાપમાનમાં ઘટાડો નોંધાતા ઠંડીનો ચમકારો શરૂ થઇ ગયો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૨.૩ ડિગ્રી પારો ગગડ્યો હતો. આગામી ૪ દિવસ સુધી ઠંડી વધશે. આ દરમિયાન ન્યૂનતમ તાપમાનમાં ૩ થી ૫ ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાઇ શકે છે. સૌરાષ્ટ્રમાં કોલ્ડવેવની આગાહી છે.અમદાવાદ અને કચ્છમાં ઠંડીના કારણે વાતાવરણમાં ભારે ધુમ્મસ જોવા મળી રહી છે. ધુમ્મસના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને વાહનોની લાઇટો ચાલુ રાખવાનો વારો આવ્યો છે.

એવામાં આગામી અઠવાડિયામાં અમદાવાદ સહિત દક્ષિણ ગુજરાતમાં શીતલહેર જોવા મળશે. હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સના લીધે માવઠાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં કેટલાક ઠેકાણે કમોસમી વરસાદ પણ વરસ્યો છે.
દરમિયાન કચ્છના નલિયામાં ઠંડીનો પારો ૬ ડિગ્રીની આસપાસ અને અમદાવાદમાં લઘુતમ ૧૦ ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જ્યારે વડોદરામાં ૧૬.૫ ડિગ્રી લઘુ તાપમાન, સુરતમાં ૧૬.૩ ડિગ્રી લઘુતમ તાપમાન, રાજકોટમાં લઘુતમ ૯ ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં ૯ ડિગ્રી લઘુતમ પોરબંદરમાં ૮.૬ ડિગ્રી, જામનગરમાં ૧૦ ડિગ્રી તાપમાન નોંધાયુ છે. રાજ્યના સાત શહેરોમાં ઠંડીનો પારો ૧૦ ડિગ્રીની આસપાસ પહોંચ્યો છે. તો ૧૪ જાન્યુઆરી ઠંડીનું જોર વધશે અને ૧૭ થી ૨૦ જાન્યુઆરીના ઉત્તરી પર્વતીય વિસ્તારોમાં ભારે હિમ વર્ષા થશે એવો હવામાન વિભાગનો વર્તારો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here