ભોગ ભોગવાતા નથી, માણસ ખુદ ભોગવાઈ જાય છે

0
383
મેં લઘુ અને મધ્યકૌમુદી પૂરી કરી છે. થોડી બીમારી પણ આવી છે અને ઉંમર પણ થઈ છે, તો ગુરૂજીને પ્રાર્થના કરવા લાગ્યા કે બાબા! તમે મને હવે એવો આદેશ આપો કે હું કેવલ ગોવિંદ ભજું. ત્યારે ગુરૂ રડી પડ્યા કે ધન્ય છે બાપ! ધન્ય છે વત્સ.
મેં લઘુ અને મધ્યકૌમુદી પૂરી કરી છે. થોડી બીમારી પણ આવી છે અને ઉંમર પણ થઈ છે, તો ગુરૂજીને પ્રાર્થના કરવા લાગ્યા કે બાબા! તમે મને હવે એવો આદેશ આપો કે હું કેવલ ગોવિંદ ભજું. ત્યારે ગુરૂ રડી પડ્યા કે ધન્ય છે બાપ! ધન્ય છે વત્સ.

એક યુવાને મને પૂછ્યું કે બાપુ, આદમી વૃદ્ધ થાય તો હાથમાં લાકડી કેમ રાખે? હા, સીધોસાદો જવાબ તો છે કે કમર ઝુકી જાય, ચાલી ન શકે તો આધાર માટે રાખે. એ તો સંસારિક સમાધાન છે, પણ આધ્યાત્મિક શું ? એટલું જ કે તું સમિધ લઈને યુવાનીમાં તો ન ગયો, તો હવે લાઠી લઈને ગુરુદ્વારે જા. હવે તો તારી જાતને સમાપ્ત કર. આ લાઠી તારું સમિધ બની જાય અને ભજ ગોવિંદમ… આજ સુધીના રાગ-દ્વેષને જલાવીને ખતમ કરી દે. તેથી લાકડી પકડાવાય છે! અને બુઢાપામાં આમ જો સમર્પિત ન થયો તો તારી અંતિમ ચિતામાં આ લાકડી કામમાં આવી જશે. ભગવાન શંકરાચાર્યએ કોઈને નથી છોડ્યા- ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ મૂઢ મતે. આનો અર્થ એમ નહીં કે વ્યાકરણ ન ભણ, પણ ગોવિંદને નહીં ભૂલ; સવાલ એ છે. વિદ્યાનો અનાદર નથી, પણ કેવળ વ્યાકરણમાં ઉલઝી ન જાવ. જ્ઞાન પણ બે પ્રકારનું હોય છે. શાસ્ત્રજ અને વિવેકજ.
વિવેક ન થાય અને વ્યાકરણ ભણે તો તેથી શું થાય? પ્રેમાનુજ ઋષિકેશમાં ભણ્યા હતા. લઘુકૌમુદી પૂરી કરી હતી. પછી મધ્યકૌમુદી પૂરી કરી, પછી બૃહદકૌમુદીની વાત આવી તો હાથ જોડ્યા કે હવે મારે નારાયણનું ભજન કરવું છે. હવે મારી ઉંમર થઈ ગઈ છે. તેં ઠીક સૂત્ર લઈ લીધું છે- ભજ ગોવિંદમ. હરિ ભજો.મારાં ભાઈ-બહેનો, વૃદ્ધાવસ્થા આવે તોયે વિષયોમાંથી વૈરાગ્ય નથી આવતો, તો યુવાનીમાં તો બહુ કઠિન છે. અને એમાં પણ જ્યારે પરિવાર ને બધાં સાધનો અનુકૂળ હોય ત્યારે તો વૈરાગ્ય આવવો બહુ જ કઠિન છે. કોઈ સમજદાર હોય તો વાત અલગ છે. મહારાજ મનુના જીવનમાં બધી વાત અનુકૂળ હતી. બેટા, બેટી, પૌત્રો, પત્ની મહાન છે. ‘માનસ’ માં લખ્યું છે- રૂફરૂલ ફળઘ લૂટરુવ ટરૂ રુડધ્વળ ણળફિ લપજ્ઞટ ઉંમણ રૂણ ઇંતધ્વળ ॥ બલાત પુત્રોને રાજ આપ્યું ને ભગવાન માટે નારી સમેત નીકળી ગયા. તો, વિષયોમાં વૈરાગ્ય કયાં આવે છે ? અહીં લક્ષ્મણજી કહે છે કે જીવ ત્યારે જાગ્યો કહેવાય જયારે બધા વિષયોના વિલાસમાંથી વૈરાગ્ય આવે.કર્મેન્દ્રિયોમાં કદાચ સંયમ આવી જાય, પણ મનથી વિષયોનું સ્મરણ ન જાય તો એ દંભ, મિથ્યાચાર સિવાય કંઈ નથી. વૃદ્ધાવસ્થામાં શું થાય છે? કર્મેન્દ્રિયોમાં સંયમ આવી જાય છે. હવે હાથ કામ નથી કરતાં. કોને થપાટ મારો ? તને થાય કે કોઈને ગાલી દઈ દઉં, પણ જબાન કામ ન કરે. સ્ત્રીઓની સુંદરતા જોઈ લઉં પણ આંખમાં મોતિયા પાકી ગયા છે. કર્મેન્દ્રિયો પર સંયમ મજબૂરીથી આવી ગયો! પણ આસ્તે આસ્તે અને મનમાં જો વિષયોનું સ્મરણ ચાલે તો એ દંભ સિવાય, મિથ્યાચાર સિવાય બીજું કંઈ નથી. કાન, નાક, આંખના દરવાજા બંધ થઈ ગયા એનો અર્થ એ નથી કે અંદરની ફેક્ટરી બંધ થઈ ગઈ છે. અંદર, મનમાં સુમિરન ચાલુ રહે છે. ધ્યાન આપજો, વિષય જયારે મનમાં પ્રવેશ કરે છે તો ચિંતન, સ્મરણ ચાલુ કરી દે છે. જ્ઞાનદીપમાં ગોસ્વામીજીએ કહ્યું છે કે વિષયનો પવન બુદ્ધિને મૂર્ખ કરી દેશે. સમજદાર નહીં રહેવા દે, જયારે અંત:કરણ બુદ્ધિપ્રધાન હોય, એ સમયે વિષયોનો પ્રવેશ થાય તો બુદ્ધિ મૂર્ખ, ભોરી બની જાય. ભૂલ કરી દે છે. અને જયારે વિષયો મનમાંથી ચાલી જાય છે તો મન એનું સ્મરણ કરાવે છે. ક્રિયા બંધ થઈ ગઈ, પણ એનું અંદરનું સ્મરણ ચાલુ રહે છે. આચરણ ગયું, સ્મરણ ચાલુ. ભર્તૃહરિએ ઠીક કહ્યું છે, શરીર ર્જીણ થાય છે, વાસના કયાં ર્જીણ થાય છે? ભોગ ભોગવાતા નથી, માણસ ખુદ ભોગવાઈ જાય છે! જ્ઞાન કોને કહેવાય? જેમાં વિવેક હોય ને વિવેકી બોલી હોય, મધુર બોલી હોય. ઘર છોડ્યું, પત્ની છોડી પણ સાથે સાથે કઠોર અને કડવી વાણી પણ છોડી! મીઠી ને માધુરી વાણી જ્ઞાનવાન અને વૈરાગ્યવાન હોય એ બોલે. મોટા મોટા ત્યાગીઓથી પણ ઘર છૂટે છે, કઠોર વાણી નથી છૂટતી. જે સત્સંગ નથી કરતાં, ભગવાનનું ભજન નથી કરતાં, જે કાનોથી ભગવદ્ ચરિત્ર નથી સાંભળતા, ધન, સ્ત્રી, પુત્રાદી સ્વપ્નોમાંથી જે નથી જાગતા, તે બધા સૂતેલાં છે. સુત, વિત્ત, દાર જે મમતા છે તે મોહનિશા છે. આ બધાથી મુક્ત થવા માગતા હો તો એક જ ઉપાય છે, સીતારામના ચરણોમાં પ્રપન્ન બનો.તમે અનુભવ કરજો ઘેર જઈને કે વિષય મનમાં ગયો છે, બુદ્ધિમાં ગયો છે, કે ચિત્તમાં ગયો છે ? હોમ વર્ક કરવાનું છે. ઘેર જઈને આરામથી બેસીને, વિશ્રાંતિમાં આ સૂત્રોનો ગૃહપાઠ કરજો કે મારા જીવનમાં સત્ય છે કે નહીં? મનમાહીં કરજો. તમે તમારા ઢંગથી વિચારજો. વ્યાસગાદીના સત્યને તમારા જીવનનું સત્ય બનાવજો. વિષયની ભાવના, વિચાર જ્યારે ચિત્તમાં પ્રવેશ કરે છે ત્યારે ચિત્તને વિક્ષિપ્ત કરે છે. તારે તારા ચિત્તને સમાધિ આપવાની છે, પતંજલિની માફક. તો સાવધાન, સાવધાન રહેજે સાધક, જ્યારે તારું ચિત્ત પરમ સમાધિ તરફ, પ્રસન્નતા તરફ, ભગવદ્પ્રસાદ તરફ જશે, ત્યારે કેટલાંક વિઘ્નો બલાત, બળજબરીથી, તું નહીં ઈચ્છે તો પણ આવશે. બાપ! ઇન્દ્રિયોને વિષયોને બદલે કૃષ્ણરસ, રામરસ અને હરિનામ આપો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here