જાપાનમાં દુનિયાનું સૌથી નાનું બાળક ટૂંક સમયમાં ઘરે જશે

0
1401

જાપાન: ઑક્ટોબર મહિનામાં જન્મેલું દુનિયાનું સૌથી નાના કદનું બાળક- જેનું વજન એક સફરજન જેટલું છે- તે હવે બહારી દુનિયાનો સામનો કરવા તૈયાર થઇ ગયો છે, એમ ડોક્ટરોએ શુક્રવારે માહિતી આપી હતી. રિયુસુકે સેકિયાનો જન્મ 24 અઠવાડિયા અને પાંચ દિવસની પ્રસૂતિ બાદ ઇમરજન્સી સિઝેરિયન સેક્શનથી થયો હતો. એની માતા તોશિકોને હાઇપર ટેન્શન હોવાથી ઇમરજન્સી સિઝેરિયન કરવાની ફરજ પડી હતી. જન્મ સમયે એનું વજન માત્ર 258 ગ્રામ હતું જે અગાઉના જાપાનીઝ રેકોર્ડધારકના 268 ગ્રામ વજન કરતા પણ ઓછું હતું.પહેલી ઑક્ટોબર, 2018ના રોજ જ્યારે રિયુસુકેનો ટોકિયો હોસ્પિટલમાં જન્મ થયો ત્યારે તેની લંબાઇ 22 સેન્ટિમીટર્સ હતી અને હોસ્પિટલમાં તેને નિઓનેટેલ ઇન્ટેન્સિવ કેર યુનિટમાં રાખવામાં આવ્યો હતો. તેને ટ્યૂબથી ખાવાનું આપવામાં આવતું હતું. ક્યારેક તેને માતાના દૂધથી ભીંજવેલા રૂના પૂમડાથી પોષણ આપવામાં આવતું હતું. સાત મહિના બાદ આ બેબીનું વજન હવે ત્રણ કિલોગ્રામ થઇ ગયું છે. એને ટૂંક સમયમાં હવે હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવશે.જ્યારે એ જન્મ્યો ત્યારે એટલો નાનો હતો કે મને ડર લાગતો હતો કે એને ટચ કરીશ તો પણ એ તૂટી જશે. હું બહુ જ ચિંતિત હતી. હવે એ દૂધ પીએ છે. અમે એને નવડાવી પણ શકીએ છીએ, એમ બાળકની માતાએ જણાવ્યું હતું. સૌથી નાની જીવિત રહેલી બાળકી જર્મનીમાં 2015માં જન્મી હતી, જેનું વજન માત્ર 252 ગ્રામ હતું. આવા ટચૂકડા બાળકનો જીવિત રહેવાનો દર બાળકીના જીવિત રહેવાના દર કરતા ઘણો ઓછો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here