ટ્રાફિક, પાર્કિંગની સમસ્યા દુર કરવા બે મહિનામાં 31336 ગેરકાયદે દબાણો દુર કરાયા

0
1052
અમદાવાદ
અમદાવાદ સીટીને ખરા અર્થમાં સ્માર્ટ સીટી બનાવવા હાઇકોર્ટના આદેશ મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તાબડતોડ કામગીરી કરી રહ્યું છે અને દર બે મહિનાની કામગીરીનો અહેવાલ પણ હાઇકોર્ટ સમક્ષ રજુ કરવામાં આવ્યો છે. જેમાં AMCએ જણાવ્યું છે કે ટ્રાફિક, પાર્કિંગની સમસ્યા દુર કરવા બે મહિનામાં 31336 ગેરકાયદે દબાણો દુર કરાયા છે, શહેરમાંથી કુલ 69807 ચોરસ મીટરના દબાણો કર્યા દૂર કરવામાં આવ્યા છે.
અમદાવાદના બિસ્માર રસ્તાઓ, રખડતા ઢોર અને ટ્રાફિક-પાર્કિંગની સમસ્યા મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનએ ગુજરાત હાઇકોર્ટમાં એક્શન ટેકન રિપોર્ટ રજૂ કર્યો છે. જેમાં જણાવ્યા પ્રમાણે શહેરના અલગ અલગ વિસ્તારોના  કુલ 42968 સ્ટ્રીટ વેન્ડર્સની ઓળખ કરાઈ છે અને ઈ પૈકી 14140 વેન્ડર્સને આઇડેન્ટિટી કાર્ડ પણ અપાયા છે. પાર્કિંગની જગ્યાએ થયેલા 25146 ચોરસમીટરના અનધિકૃત દબાણો દૂર કરાયા છે. રસ્તાના રિસર્ફેસીંગ રીપેરીંગ અને રી ગ્રેડ માટેનું  52430  મેટ્રિક ટનનું કામ પણ પૂર્ણ કરવામાં આવ્યું છે.
વધુમાં રીપોર્ટમાં એમ પણ જણાવ્યું છે કે છેલ્લા બે મહિનામાં અંદાજિત 2834 જેટલા રખડતા ઢોરને પકડવામાં આવ્યા છે અને તેના દંડ પેટે માલિકો જોડે થી રૂ. 26,74,330 પણ વસૂલ કરવામાં આવ્યા છે. રખડતા ઢોરને છૂટા મૂકવાના મામલે 130 એફ.આઇ.આર પણ નોંધવામાં આવી છે.  શહેરમાં કુલ 21642 ગાયો ની નોંધણી કરવામાં આવી છે. 2822 પશુ પાલકોની પણ  નોંધણી કરાઈ છે.
અત્યાર સુધીમાં પાંજરાપોળમાં 5370 પશુઓનું ટેગિંગ કરાયું છે અને  હજુ પણ મોટા ભાગના પશુઓનું ટેગિંગ બાકી છે. ઉલ્લેખનીય છે કે હાઇકોર્ટના હુકમના અમલ અંગે દર બે મહિને કોર્પોરેશને તેણે કરેલી કામગીરીનો અહેવાલ રજૂ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. જે મુજબ આ રીપોર્ટ રજુ કરાયો છે. હવે આગામી દિવસોમાં આ કેસમાં વધુ સુનાવણી હાથ ધરાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here