ડાર્ક વેબ પર ૧૦ કરોડ ખાતાની ડિજિટલ માહિતી લીક થઇ : રાજશેખર

0
328
રિસર્ચર રાજશેખરના કહેવા મુજબ ડાર્ક વેબ પર 2017ના માર્ચથી 2020ના ઑગષ્ટ સુધીનો ડેટા ઉપલબ્ધ હતો. આ સમયગાળા દરમિયાન થયેલી લેવડદેવડની વિગતો ડાર્ક વેબ પર જોઇ શકાતી હતી.
રિસર્ચર રાજશેખરના કહેવા મુજબ ડાર્ક વેબ પર 2017ના માર્ચથી 2020ના ઑગષ્ટ સુધીનો ડેટા ઉપલબ્ધ હતો. આ સમયગાળા દરમિયાન થયેલી લેવડદેવડની વિગતો ડાર્ક વેબ પર જોઇ શકાતી હતી.

નવી દિલ્હી: કરોડો ભારતીય વપરાશકારોના ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડના ડેટા લીક થઇ ગયા હોવાના અહેવાલ વહેતા થયા હતા. સાઇબર સિક્યોરિટીના નિષ્ણાત સંશોધક રાજશેખર રાજહરિયાએ આવો કર્યો હતો કે ઓછામાં ઓછા દસ કરોડ ભારતીય વપરાશકારોના ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડના ડેટા ડાર્ક વેબ પર વેચાઇ રહ્યા હતા. બેંગાલુરુના ડિજિટલ પેમેન્ટ્સ ગેટવે જસ્પે દ્વારા આ ડેટા લીક થયો  હોવાના અહેવાલ હતા. ડાર્ક વેબ પર વેચાઇ રહેલો ડેટા આ સંસ્થામાંથી લીક થયો હતો. આ ડેટામાં અનેક વપરાશકારોના કાર્ડના પહેલા કે છેલ્લા ચાર આંકડા, કસ્ટમર આઇડીઅને કાર્ડ ક્યારે એક્સપાયર થાય છે એ પણ જોઇ શકાતું હતું. રાજશેખરના દાવા મુજબ આ ડેટાની મદદથી કાર્ડ હોલ્ડર્સ ફિશિંગ એટેક્સનો શિકાર બની શકતા હતા.

રાજશેખરના કહેવા મુજબ ડાર્ક વેબ પર આ ડેટા ક્રીપ્ટોકરન્સી બીટકોઇન દ્વારા મોં માગી કિંમતે વેચાઇ રહ્યા હતા. આ ડેટા માટે હેકર્સ પણ ટેલિગ્રામ દ્વારા સંપર્ક સાધી રહ્યા હતા. આ ક્ષેત્રના જાણકાર હોય એવા લોકો કરોડો લોકોના બેંક એકાઉન્ટ સાથે ચેડાં કરીને અબજો રૂપિયાની હેરાફેરી કરી શકે છે.અગાઉ રાજશેખરે 2020ના ડિેસેંબરમાં 70 લાખ ભારતીયોના ડેબિટ અને ક્રેડિટ કાર્ડની વિગતો લીક થઇ હોવાના દાવા કર્યા હતા. આ ડેટામાં વપરાશકારનાં નામ, ફોન નંબર અને ઇ મેલ એડ્રેસ પણ જોઇ શકાતા હતા. ઉપરાંત ડેબિટ ક્રેડિટ કાર્ડના પહેલા ચાર અને છેલ્લા ચાર આંકડા પણ જોઇ શકાતા હતા. લીક થયેલો આ ડેટા પણ પેમેન્ટ્સ પ્લેટફોર્મ જસપે સાથે જોડાયેલો હોઇ શકે છે એવું રાજશેખર માનતા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here