ડીઝલનો ભાવ પ્રતિલિટર અગાઉના રૂ.૭૪.૮૮થી વધીને રૂ. ૭૫.૧૩ થઈ ગયો

0
316
જેટલો સમય ક્રૂડતેલનો ભાવ બૅરલદીઠ પંચાવન ડૉલરની સપાટી ઉપર રહ્યા બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડતેલનો ભાવ પ્રતિબૅરલ પંચાવન ડૉલર કરતાં પણ ઓછો થયો હોવા વચ્ચે પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં આ વધારો આવી પડ્યો હતો.
જેટલો સમય ક્રૂડતેલનો ભાવ બૅરલદીઠ પંચાવન ડૉલરની સપાટી ઉપર રહ્યા બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડતેલનો ભાવ પ્રતિબૅરલ પંચાવન ડૉલર કરતાં પણ ઓછો થયો હોવા વચ્ચે પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં આ વધારો આવી પડ્યો હતો.

નવી દિલ્હી: ઑઈલ માર્કેટિંગ કંપની (ઓએમસી) દ્વારા પેટ્રોલના ભાવમાં પ્રતિલિટર પચીસ પૈસાનો વધારો કરવામાં આવતા સોમવારે પેટ્રોલનો ભાવ વિક્રમજનક સપાટીએ પહોંચ્યો હતો. ડીઝલનાં ભાવમાં પણ પ્રતિલિટર પચીસ પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો.આ સાથે જ મુંબઈમાં પેટ્રોલનો ભાવ પ્રતિલિટર રૂ. ૯૧.૫૬ અને ડીઝલનો ભાવ પ્રતિલિટર રૂ. ૮૧.૮૭ થઈ ગયો હતો. પેટ્રોલ અને ડીઝલના વેચાણની ખોટ સરભર કરવા ઓએમસીએ ઈંધણનાં ભાવની સમીક્ષા કરવા ત્રણ દિવસના વિરામનો અંત આણવાનો નિર્ણય લીધા બાદ પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં પ્રતિલિટર પચીસ પૈસાનો વધારો જાહેર કરવામાં આવ્યો હતો.પ્રતિલિટર રૂ. ૮૪.૯૫ સાથે દિલ્હીમાં પેટ્રોલના ભાવ અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા હતા. એજ પ્રમાણે ડીઝલનાં ભાવમાં પણ પ્રતિલિટર પચીસ પૈસાનો વધારો કરવામાં આવતાં દિલ્હીમાં ડીઝલનો ભાવ પ્રતિલિટર રૂ. ૭૫.૧૩ની સપાટીએ પહોંચ્યો હતો.એક અઠવાડિયા જેટલો સમય ક્રૂડતેલનો ભાવ બૅરલદીઠ પંચાવન ડૉલરની સપાટી ઉપર રહ્યા બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડતેલનો ભાવ પ્રતિબૅરલ પંચાવન ડૉલર કરતાં પણ ઓછો થયો હોવા વચ્ચે પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં આ વધારો આવી પડ્યો હતો. સોમવારે ઈંધણનાં ભાવમાં જોવા મળેલા વધારાને પગલે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ પ્રતિલિટર અગાઉના રૂ.૮૪.૭૦થી વધીને રૂ.૮૪.૯૫ તો ડીઝલનો ભાવ પ્રતિલિટર અગાઉના રૂ.૭૪.૮૮થી વધીને રૂ. ૭૫.૧૩ થઈ ગયો હતો.જે તે રાજ્યના કરમાળખાને આધારે દેશના અન્ય રાજ્યોમાં પણ પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં વધારો થયેલો જોવા મળ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here