ડોક્ટર બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીના કુલપતિની મુદત પૂર્ણ

0
1145
– કુલપતિ પંકજ જાનીએ પણ એક વર્ષની મુદત માગી
– નવા કુલપતિ માટે સર્ચ કમિટીની નિમણૂક કરી નથી ત્યારે હવે કોઈને ચાર્જ સોપવો પડે તેવી સ્થિતિ
અમદાવાદ
અમદાવાદમાં આવેલી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી ના કુલપતિ પંકજ જાની ને મુદત આજે પૂરી થવાની છે. તેમના સ્થાને કોને કુલપતિ નો ચાર્જ સોંપવામાં આવશે તે અંગે અનેક અટકળો ઊભી થઈ છે. જોકે કુલપતિ પંકજ જાનીએ સરકાર પાસે એક વર્ષનો એક્સ્ટેંશન માંગ્યુ છે સરકાર દ્વારા એક વર્ષનું એક્સટેન્શન આપવામાં આવે છે કે નહીં તે આજે સાંજ સુધીમાં ખબર પડશે.
મહત્વની વાત એ છે કે, ડો. બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીના નવા કુલપતિની નિમણૂક માટે હજુ સુધી સર્ચ કમિટી પણ રચવામાં આવી નથી. આ સ્થિતિમાં આજે સાંજે કોઈપણ સિનિયર એચ.ઓ.ડી ને ચાર્જ આપી દેવો પડે તેમ છે. સર્ચ કમિટીની નિમણૂક થઇ નથી ત્યારે ઇન્ચાર્જ બનનાર કુલપતિએ અંદાજે એક વર્ષ સુધી કાર્યભાર સંભાળવો પડે તેમ છે જેના કારણે હાલ ઇન્ચાર્જ કુલપતિ બનવા માટે પણ મોટા પાયે લોબિંગ શરૂ થઈ ગયું છે.
કુલપતિ પંકજ જાનીએ પોતે પણ એક વર્ષની મુદત માગી છે પરંતુ નિયમ પ્રમાણે બે ટર્મ પૂરી કરનારા કુલપતિને અસામાન્ય સંજોગોમાં જ વધુ એક વર્ષની મુદત આપવામાં આવતી હોય છે. હાલ આવી કોઈ પરિસ્થિતિ ઊભી થઈ નથી ત્યારે પંકજ જાની ને વધુ મુદત આપવામાં આવે છે કે નહીં તેના પર હાલ અનેક શિક્ષણવિદોની નજર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here