‘ડ્રીમ ગર્લ’માં ૭ વર્ષ બાદ આયુષ્માન-અનુ કપૂરની જોડી જાવા મળશે

0
768
ayushmann khurrana and anu kapoor to act in dream girl
ayushmann khurrana and anu kapoor to act in dream girl

(જી.એન.એસ.)મુંબઈ,તા.૨૩
વર્ષ ૨૦૧૨માં ખૂબ જ યુનિક મુદ્દા પર ફિલ્મ ‘વિક્કી ડોનર’ બની હતી. આ ફિલ્મમાં આયુષ્માન ખુરાના સાથે અનુ કપૂરની જાડી જાવા મળી હતી. આ ફિલ્મ દર્શકોને પસંદ પડી હતી અને બોક્સ ઓફિસ પર પણ સારી કમાણી કરી હતી. વિક્કી અરોરાના રોલમાં આયુષ્માન ખુરાના હતો અને અનુ મલિક ડોક્ટર બલદેવ ચઢ્ઢાના રોલમાં જાવા મળ્યા હતા. આ ફિલ્મની રીલિઝના સાત વર્ષ બાદ બન્ને કલાકારોની જાડી ફિલ્મ ‘ડ્રીમ ગર્લ’માં ફરી જાવા મળશે. આયુષ્માન ખુરાનાએ આ અંગે સોશિયલ મીડિયામાં જાણકારી આપી છે.
આયુષ્માને ટ્વીટર પર અનુ સાથેની તસવીર શેર કરતાં લખ્યું, આજના દિવસે જ અમે વિક્કી ડોનરનું શૂટિંગ પૂરું કર્યું હતું અને સાત વર્ષ બાદ અમે ડ્રીમ ગર્લ મૂવીનું શૂટિંગ કરી રહ્યાં છીએ. આમાં અનુ કપૂર સર મારા પિતાનો રોલ પ્લે કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, વિક્કી ડોનરનું નિર્દેશન સુજીત સરકારે કર્યું હતું. ફિલ્મની કહાણી સ્પર્મ ડોનેશન અને ઇનફર્ટિલિટી સાથે જાડાયેલી હતી. મૂવીમાં આયુષ્માન સાથે યામી ગૌતમ જાવા મળી હતી. મૂવીને ઘણા એવોડ્‌ર્સ મળ્યા હતા અને તેલુગુમાં તેની રિમેક પણ બની હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here