દક્ષિણ ગુજરાતના બજારમાં કેરીનો પાક ૨૦ ટકા વધારે ઠલવાશે

0
899

(જી.એન.એસ.)સુરત,તા.૨૦
પારડી ટાઉનમાં મેઈનરોડ ઉપરના મુખ્ય રોડ ઉપર આવેલી કેરી માર્કેટમાંએપીએમસી માર્કેટના વજનકાંટા ઉપર હાફૂસ, અને કેસર કેરીનું મુહુર્ત કરવામાં આવ્યું હતું.
શુક્રવારથી પારડીના કેરી માર્કેટમાં ખેડૂતો પાસેથી કેરી વેચાણે લેવાની શરૂઆત થઈ છે. વેપારી કહે છે કે, પારડી માર્કેટમાં આ વર્ષનો કેરીનો પહેલો જથ્થો આવ્યો છે. બીજા શબ્દોમાં ખેડૂતો પાસે કેરી વેચાણે લેવાની શરૂઆત થઈ છે. આ વર્ષે પાકને હમણાં જે વાતાવરણ બદલાયું તેનાથી નુકશાન થયું છે. છતાં આ વર્ષે દર વર્ષ કરતા ૨૦ ટકા જેટલો વધારે જથ્થો આવે તેવું જાવાય છે.
સૌથી પ્રખ્યાત ગણાતી વલસાડ જિલ્લાની હાફૂસ કેરીનું શુક્રવારથી વલસાડ જિલ્લાના બજારમાં આગમન થઈ ગયું હતું. પારડીની એપીએમસી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સંચાલિત કેરી માર્કેટમાં હાફૂસનો પહેલો જથ્થો આવ્યો હતો. સિઝનની પહેલી હાફૂસ કેરીના આગમનને લીઘે મુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું. ૨૦ કિલોના હાફુસ કેરીનો ભાવ ૧૦૦૦થી ૨૦૦૦ જેટલો ખુલ્યો હતો. આ વખતે કેરીનું પ્રમાણ ગત વર્ષ કરતાં થોડું વધારે રહે તેવું જણાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here