નરેશ પટેલે કાનમાં એવું તે શું કહ્યું કે તેઓ ગ્રીનવુડ બહાર નીકળે એ પહેલા જ હાર્દિકના પેટમાં દુખાવો ઉપડ્યો?

0
1234
MGUJ-AHM-HMU-LCL-hardik-patel-admitted-in-sola-civil-hospital-treatment-started-in-micu-gujarati
MGUJ-AHM-HMU-LCL-hardik-patel-admitted-in-sola-civil-hospital-treatment-started-in-micu-gujarati

મધ્યસ્થી તરીકે ખોડલધામના નરેશ પટેલ હાર્દિકની ઉપવાસી છાવણી ગ્રીનવુડ રિસોર્ટમાં ગયા હતા જ્યાં નરેશ પટેલે હાર્દિકને કાનમાં કઈ કહ્યું અને તેઓ હજુ ગ્રીનવુડથી ગેટની બહાર નીકળે તે પહેલાં જ હાર્દિકના પેટમાં દુખાવો થવા લાગ્યો અને અચાનક બેભાન થઈ જતા તેને તાત્કાલિક સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.હાર્દિકને સોલા સિવિલ ખસેડાયો

હાર્દિક પટેલ અને સરકાર વચ્ચે મધ્યસ્થી બનેલા નરેશ પટેલ આજે બપોરે હાર્દિકની ઉપવાસી છાવણીમાં ગયા હતા જ્યાં તેમણે વીસેક મિનિટ સુધી હાર્દિક પટેલ અને પાસના કન્વીનર સાથે ચર્ચા કરી હતી જેમાં હાર્દિક પટેલ સાથે દસેક મિનિટ વાત કરીને તેઓ હાર્દિકના ઘરમાં જઈ પાસના કન્વીનરો સાથે વાતચીત કરી હતી ત્યારબાદ નરેશ પટેલ હજુ તો ગ્રીનવુડ રિસોર્ટમાં ગેટની બહાર નીકળે તે પહેલાં જ હાર્દિકને એકાએક ગભરામણ થવા લાગી અને બેભાન જેવો થઈ જતા તેને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આમ નરેશ પટેલે હાર્દિક પટેલના કાનમાં એવું તે શું કહ્યું કે જેના કારણે હાર્દિકને એકાએક પેટમાં દુખાવો થયો અને તાત્કાલિક સારવાર માટે દાખલ કરવા પડે તેવો પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here