નલિયા ૨.૭ ડિગ્રી સે.લઘુતમ તાપમાન સાથે દેશનું આઠમા નંબરનું સૌથી ઠંડું મથક

0
406
એકતરફ કચ્છમાં રાજ્યના અન્ય જિલ્લાઓની સરખામણીમાં કોરોનાના સૌથી વધુ કેસો નોંધાઈ રહ્યા છે અને ભુજ તો જાણે કોરોનાનું હોટસ્પોટ બનવા પામ્યું છે ત્યારે હાડથીજાવતી ઠંડીએ લોકોની હાડમારીમાં વધારો કર્યો છે.
એકતરફ કચ્છમાં રાજ્યના અન્ય જિલ્લાઓની સરખામણીમાં કોરોનાના સૌથી વધુ કેસો નોંધાઈ રહ્યા છે અને ભુજ તો જાણે કોરોનાનું હોટસ્પોટ બનવા પામ્યું છે ત્યારે હાડથીજાવતી ઠંડીએ લોકોની હાડમારીમાં વધારો કર્યો છે.

ભુજ: હવામાન ખાતાએ રાજ્યમાં ચાલી રહેલાં ઠંડીનાં મોજાં સામે યલો એલર્ટ આપ્યું છે ત્યારે સરહદી કચ્છમાં ઠંડી બેકાબૂ બનવા સાથે,પાકિસ્તાનની સીમાને અડકીને આવેલા કચ્છના અબડાસા-લખપતના વિસ્તારોમાં કેટલાક સ્થળે બરફની ચાદર છવાઈ જવા પામી હતી અને નલિયા ખાતે ન્યૂનતમ તાપમાન ૨.૭ ડિગ્રી સે.જેટલું નોંધાયું હતું.
અબડાસા તાલુકાના બિટ્ટા અને તેની આસપાસના વિસ્તારોમાં કેટલાક સ્થળે રીતસરના બરફના આછા પડ બાજી ગયા છે.બિટ્ટા પાસે આવેલા સોલાર પાવર સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે ,સોલાર પાવરની સોલાર પ્લેટો પર બરફ બાજી ગયેલો જોવા મળ્યો હતો.

ભુજ ખાતે પણ આજે ૮ ડિગ્રી ન્યૂનતમ તાપમાન નોંધાયું હતું જયારે કંડલા એરપોર્ટ પર પણ ૮ ડિગ્રી સે લઘુતમ તાપમાન નોંધાયું હતું.

કચ્છમાં છેલ્લા એક સપ્તાહથી ઠંડીનું તીવ્ર મોજું જનજીવનને અસ્તવ્યસ્ત કરી રહ્યું છે અને સાંજના સમયથી ઠંડીને કારણે કુદરતી સંચારબંધી લદાઈ જાય છે . દરમિયાન ઠંડીની બાબતમાં કચ્છનું નલિયા આજે દેશનું આઠમા નંબરનું મથક બનવા પામ્યું હતું .અબડાસા તાલુકામાં આજે રાજસ્થાનના ઉદયપુર, હરિયાણાના રોહતક અને કરનાલ તેમજ ચંદીગઢની સમકક્ષ ઠંડી પડી રહી છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here