નવા વર્ષમાં નવાઝુદ્દિનની નવાજૂની

0
246
આ વર્ષે મને શીખવા મળ્યું છે કે ભૌતિકવાદી ચીજોનો કોઈ ઉપયોગ નથી. જીવન મહત્ત્વપૂર્ણ છે, તેથી દરેક દિવસને આદર આપો અને માણો અને પર્યાવરણને ખુશ રાખો.
આ વર્ષે મને શીખવા મળ્યું છે કે ભૌતિકવાદી ચીજોનો કોઈ ઉપયોગ નથી. જીવન મહત્ત્વપૂર્ણ છે, તેથી દરેક દિવસને આદર આપો અને માણો અને પર્યાવરણને ખુશ રાખો.

કેટલાંય વર્ષોથી બોલીવૂડમાં અલગ અલગ ભૂમિકા નિભાવીને નવાઝુદ્દિન સિદ્દિકીએ પોતાની એક ખાસ જગ્યા અને ઓળખ બનાવી છે. નવાઝુદ્દિન તેના લાજવાબ અભિનય કૌશલ્ય માટે વખણાય છે. ઘણી મહેનત, સંપૂર્ણ લગન અને પ્રતિભાશાળી અભિનયથી એણે પોતાની સફળતાની કેડી કંડારી છે.૨૦૨૦ની સાલ નવાઝ માટે શાનદાર રહી છે, કારણ કે એણે એક પછી એક બ્લોકબસ્ટર પર્ફોર્મન્સ આપ્યા છે. ‘સેક્રેડ ગેમ્સ’ બાદ ‘રાત અકેલી હૈ’માં બાહોશ પોલીસ અધિકારીના રૂપમાં જોવા મળેલા નવાઝે ‘સિરિયસ મેન’ની ભૂમિકા સાથે એક ડિજિટલ ચેનલની હિટ હેટ-ટ્રિક પૂરી કરી હતી.
‘સિરિયસ મેન’માં તેણે એક મહત્ત્વાકાંક્ષી પિતાની ભૂમિકા નિભાવી હતી જે ઇચ્છે છે કે એનો પુત્ર સફળતાની નવી ઊંચાઇ પ્રાપ્ત કરે. અભિનેતા હવે ૨૦૨૧માં ઘણી નવી સિરીઝ અને ફિલ્મમાં પોતાના અભિનયથી દર્શકોનું મનોરંજન કરવા તૈયાર છે.ત્રણ ફિલ્મ સાથે નવાઝુદ્દિન સિદ્દિકી ૨૦૨૧ પર રાજ કરવા આવી રહ્યો છે. દર્શકો નવાઝને રોમેન્ટિક કોમેડી ‘જોગીરા સારા રા રા…’માં નેહા શર્મા સાથે એક ઓડ જોડી જમાવતો જોઇ શકશે. નિર્દેશક કુશન નંદીની આ ફિલ્મ એક બેવકૂફ દંપતીની કહાણી છે. આ ફિલ્મમાં પ્રેમ સાથે થોડું પાગલપણું પણ જોવા મળશે. મુંબઇ ઉપરાંત લખનઉ અને બનારસમાં ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું છે.આ ઉપરાંત સિદ્દિકી મુસ્તફા સખર ફારુખી દ્વારા નિર્દેશિત ‘નો લેન્ડ્સ મેન’ અને જયદીપ ચોપડા દ્વારા નિર્દેશિત ડ્રામા ‘સંગીન’માં પણ જોવા મળશે.લોકડાઉનના સમયનો ઉપયોગ નવાઝે પરિવાર સાથે વિતાવવામાં અને સેંકડો ફિલ્મો જોવામાં કર્યો હતો. સોશિયલ મીડિયા પર સકારાત્મકતા ફેલાવતા લોકો સાથે સંબંધો જોડવાનું તેણે પસંદ કર્યું હતું.‘મેં ૨૦૨૧માં ભૌતિકવાદી વસ્તુઓ પાછળ ન ભાગવાનું નક્કી કર્યું છે. વ્યક્તિ ખૂબ જ ઓછી વસ્તુઓમાં પણ સુખી અને સંતોષી જીવન જીવી શકે છે,’ એમ નવાઝ જણાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here