નીરવ મોદીને પોતાની સુરક્ષા નથી લાગતી, ભારત આવવાનો ફરી ઇનકાર

0
999

એજન્સી-નવી દિલ્હી

પંજાબ નેશનલ બેંકના 13,500 કરોડ રૂપિયાના કૌભાંડ મામલામાં ભાગોડી આરોપી અને હિરા વેપારી નીરવ મોદીએ ભારત પરત ફરવાનો ઇનકાર કર્યો છે. પ્રવર્તન નિદેશાલય (ઇડી)ની સાથે મેલ દ્વારા વાતચીતમાં નીરવે સુરક્ષાના કારણોનો હવાલો આપી સરેન્ડર કરવાથી ઇનકાર કર્યો છે.

નીરવે ઇડીને જણાવ્યું, મને મળી રહેલી ધમકીઓ અને સુરક્ષાના કારણે હું ભારત પરત ફરી શકું તેમ નથી. હોલિકા દહન દરમિયાન મારું પુતળું લોકોએ સળગાવ્યું હતું. અમારા કર્મચારી (જેમણે વેતનની ચૂકવણી કરી શકાય તેમ નથી), મકાન માલિક (જેનું ભાડું આપવાનું બાકી છે), તેમના ગ્રાહક (જેમણા ઘરેણા સીબીઆઇ દ્વારા જપ્ત કરી લેવામાં આવ્યા છે) અને અન્ય એજન્સીઓ તેમજ લોકોએ મને ધમકી આપી છે. આટલી ધમકીઓ બાદ હું ભારત પાછો ફરી શકું તેમ નથી.

નોંધનીય છે કે, ઇડીએ નીરવ મોદી અને તેના મામા મેહુલ ચોકસી વિરુદ્ધ 24 મે અને 26 મેના રોજ આરોપ પત્ર દાખલ કર્યા હતા. તેના પછી બન્ને વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જાહેર કરવામાં આવ્યું હતું. ઇન્ટરપોલે પણ બન્ને આરોપીઓ વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ (આરસીએન) જાહેર કરી છે.

ઇડીના મતે પીએનબી કૌભાંડ મામલામાં અત્યાર સુધી ભારત અને વિદેશોમાં 4,800 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. 13,500 કરોડ રૂપિયાના પીએનબી કૌભાંડમાં તેના સિવાય બેંકના ઘણા અધિકારીઓને પણ આરોપી બનાવવામાં આવ્યા છે. ફેબ્રુઆરીમાં પીએનબીએ 14,000 કરોડ રૂપિયાના બેંક કૌભાંડનો રિપોર્ટ આપ્યો હતો જેમાં હિરા વેપારી નીરવ મોદી અને તેના મામા મેહુલ ચોકસીને મુખ્ય આરોપી બતાવવામાં આવ્યા હતા અને બન્ને હાલ ફરાર છે.

નીરવને મદદ કરનાર પ્રબંધક પર કેસ

સીબીઆઈ દ્વારા પંજાબ નેશનલ બેંકના પૂર્વ ઉપપ્રબંધક ગોકુલનાથ શેટ્ટી વિરુદ્ધ આવક કરતા વધુ સંપત્તિનો એક મામલો નોંધવામાં આવ્યો છે. ગોકુલનાથે કથિત રીતે ભાગોડી હિરા વેપારી નીરવ મોદી અને મેહુલ ચોંકસીને 13,500 કરોડ રૂપિયાના કૌભાંડ આચરવામાં મદદ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here