પંજાબ ટ્રેન અકસ્માતમાં મૃતાંક વધીને ૬૧ : અનેક હજુ ગંભીર

0
1046
Eyewitnesses recall Dusshera horror: ‘Did not hear a single horn sound or any alert sounded by approaching train’
Eyewitnesses recall Dusshera horror: ‘Did not hear a single horn sound or any alert sounded by approaching train’

અમૃતસર: ડ્રાઈવરે ટ્રેનને રોકવાનો પૂરતો પ્રયાસ કર્યો, ના ટળી શકી દુર્ઘટના

અમૃતસર અને મનાવલા વચ્ચે ફાટક નં.૨૭ ઉપર થયેલી દુર્ઘટના બાદ ભારે આઘાતનું મોજુ  : એક દિવસના શોકની જાહેરાત થઈ  : સ્કુલ-કોલેજામાં રજા : ટ્રેન દુર્ઘટના  : અમરિંદરસિંહ દ્વારા તપાસના થયેલ આદેશ
ચંદીગઢ, તા.૨૦
પંજાબના અમૃતસરમાં થયેલી મોટી ટ્રેન દુર્ઘટનામાં મોતનો આંકડો હજુ પણ વધી રહ્યો છે. આજે મોતનો આંકડો વધીને ૬૧ ઉપર પહોંચી ગયો હતો. મોટી સંખ્યામાં લોકો હજુ સારવાર હેઠળ છે. જૈ પૈકી કેટલાક ગંભીર છે. મોતનો આંકડો વધી શકે છે. મૃતકોની ઓળખવિધ કરવામાં આવી ચુકી છે. આ દુર્ઘટના અમૃતસર અને મનાવલા વચ્ચે ફાટક નંબર ૨૭ ઉપર થઇ હતી. અકસ્માત થયો ત્યારે જાડા ફાટક ખાતે દશેરાની ઉજવણી ચાલું હતી. અકસ્માત થયો ત્યારે રાવણદહન જાવા માટે હજારોની સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા. એજ ગાળામાં ડીએમયુ ટ્રેન નંબર ૭૪૯૪૩ ત્યાંથી પસાર થઇ રહી હતી. રાવણદહનના લીધે ફટાકડાઓના અવાજ આવી રહ્યા હતા જેથી લોકોને ટ્રેનનો અવાજ સંભળાયો ન હતો જેના લીધે આ દુર્ઘટના થઇ હતી. પંજાબ ટ્રેન અકસ્માતના કારણે આજે બીજા દિવસે પણ તપાસનો દોર જારી રહ્યો હતો. જુદા જુદા એન્ગલથી સમગ્ર મામલામાં તપાસ કરવામાં આવી રહી છે. મળેલી માહિતી મુજબ છેલ્લા કેટલાક વર્ષોમાં દશેરાના અવસર પર રાવણદહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ અહીં રાવણદહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાવણદહન દરમિયાન ફટાકડાઓના તીવ્ર અવાજ આવી રહ્યા હતા. પોલીસ, જીઆરપી અને અન્ય ટીમો અકસ્માતની જાણ થતાં તરત જ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ અને રાહત કામગીરી હાથ ધરી હતી. પંજાબના મુખ્યમંત્રી અમરિન્દરસિંહે દુર્ઘટના અંગે દુખ વ્યક્ત કરતા કહ્યું હતું કે, તેઓ આ સમાચાર સાંભળીને સ્તબ્ધ થઇ ગયા છે. તમામ સરકારી અને પ્રાઇવેટ હોÂસ્પટલમાં મદદ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. જિલ્લા વહીવટીતંત્રને યુદ્ધ સ્તર પર બચાવ અને રાહત કામગીરી હાથ ધરવા માટે કહેવામાં આવ્યું હતુ. રાવણદહન વેળા જાડા ફાટકની નજીક એકાએક ભાગદોડ મચી ગઈ હતી જેના લીધે અનેક લોકો ટ્રેકની તરફ દોડ્યા હતા જેથી પઠાણકોટથી અમૃતસર તરફ જતી ટ્રેનની અડફેટે લોકો આવી ગયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ દુર્ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું હતું કે, ટ્રેન દુર્ઘટના અંગે સમાચાર સાંભળીને ખુબ આઘાત લાગ્યો છે. જરૂરી સહાયતા ઉપલબ્ધ કરાવવા માટે અધિકારીઓને કહેવામાં આવ્યું છે. રાજ્યની તમામ સંભવિત મદદ કરવાની કેન્દ્ર સરકારે ખાતરી આપી છે. ગૃહમંત્રી રાજનાથસિંહે પંજાબના ગૃહ સચિવ અને રાજ્યના ડીજીપી સાથે વાતચીત કરી છે. મુખ્યમંત્રી અમરિન્દરસિંહ પણ બચાવ અને રાહત કામગીરીને જાવા માટે ઘટનાસ્થળે પહોંચ્યા છે. રાજ્ય સરકારે મૃતકોના પરિવારને પાંચ-પાંચ લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે. સાથે સાથે સરકારી અને ખાનગી હોસ્પટલમાં ઇજાગ્રસ્તોને મફત સારવાર આપવાની પણ જાહેરાત કરી છે.

અમૃતસરમાં જે સમયે ટ્રેન અકસ્માત સર્જાયો હતો, તે સમયે જોડા ફાટક નજીક પાટા પર ઉભા રહીને લોકો રાવણ દહન જોઇ રહ્યા હતા. આ ઘટના ઘટી ત્યારે અંધારૂ હતું. જ્યારે રાવણ દહન થયું ત્યારબાદ ચારેબાજુ ધુમાડો છવાઈ ગયો હતો અને આતશબાજી થઇ રહી હતી. આ દરમિયાન જ ત્યાંથી ટ્રેન પસાર થઈ હતી. ત્યારે હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે, આખરે લોકોની મોટી ભીડ ટ્રેનના ડ્રાઇવરને દેખાઈ કેમ નહીં?

મીડિયા રિપોર્ટસ અનુસાર ડ્રાઇવરે જણાવ્યું કે રાવણ દહનના કારણે આસપાસ ખુબ જ ધુમાડો હતો અને ઘટનાસ્થળે પણ અંધારૂ હતું. તેથી કંઈ જ સ્પષ્ટ જોઈ શકાતુ નહતુ. બીજી તરફ રેલ અધિકારીઓએ પણ જણાવ્યું કે ધુમાડાના કારણે ટ્રેનનો ડ્રાઈવર જોઈ શકે તેમ નહતો. આ ઉપરાંત અહીં વળાંક પણ હતો. જોકે અત્યાર સુધી ડ્રાઈવરની ઓળખ બહાર પાડવામાં આવી નથી અને રેલવે અધિકારીઓ તેની પુછપરછ કરી રહ્યા છે.

બીજી બાજુ રેલવેએ જણાવ્યું કે, રાવણ દહન જોવા માટે લોકોનું રેલવે ટ્રેક પર આવવું એ ‘સ્પષ્ટ રીતે અતિક્રમણનો મુદ્દો’ છે અને આ કાર્યક્રમને પણ રેલવે દ્વારા કોઈ જ મંજૂરી નહોતી આપવામાં આવી. અમૃતસર પ્રસાશન પર આ દુર્ઘટનાની જવાબદારી નાંખતા સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે સ્થાનિક અધિકારીઓને દશેરા કાર્યક્રમની જાણકારી હતી અને આ કાર્યક્રમમાં નવજોત સિંહ સિદ્ધુના પત્નીએ પણ ભાગ લીધો હતો.

રેવલે બોર્ડના ચેરમેન અશ્વની લોહાનીએ જણાવ્યું કે આખરે પુરા પ્રયાસ બાદ પણ કેમ આ દુર્ઘટના ટાળી ના શકાઈ. લોહાનીએ જણાવ્યું કે, ટ્રેક પર લોકો નજરે પડતા ડ્રાઈવરે દુર્ઘટના ટાળવાનો પ્રયાસ કર્યો હતો. ડ્રાઈવરે ટ્રેનની સ્પીડ 90 કિમી/પ્રતિ કલાકની ઝડપથી ઘટાડીને 65 કરી દીધી હતી. પરંતુ આટલી ઝડપે આવી રહેલી ટ્રેનને ઉભી રાખવા માટે લગભગ 625 મીટરનું અંતર હોવું જરૂરી હોય છે. એટલે ટ્રેન ઉભી ના રહી શકી અને 60થી વધારે લોકોના મોત થયા. આશંકા જણાવાઇ રહી છે કે ટ્રેનની જો ઇમરજન્સી બ્રેક લગાવવામાં આવતી તો આખી ટ્રેન જ પલટી શકતી હતી. જો આમ થયું હોત દુર્ઘટનામાં મૃત્યુઆંક પણ વધુ હોત.

લોહાનીએ જણાવ્યું કે ડ્રાઈવરે હોર્ન માર્યો હતો. પરંતુ આતશબાજીના અવાજમાં અવાજ સાંભળી નહોતો શકાયો. તેમણે એમ પણ જણાવ્યું કે, લેવલ ક્રોસિંગ ઘટનાસ્થળેથી દુર હતું. તેવામાં ત્યાં બેઠલા અધિકારી ઇચ્છે તો પણ કંઈ જ કરી શકે તેમ નહોતા.

જોકે કોંગ્રેસના નેતા નવજોતિ સિંહ સિદ્ધુએ દાવો કર્યો છે કે, ટ્રેનના ડ્રાઈવરે હોર્ન નહોતો વગાડ્યો. તેને લઇને ઉત્તર રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારીએ જણાવ્યું કે, રાવણનું પુતળું ઘટનાસ્થળથી 70-80 મીટર દુર સળગાવવામાં આવ્યું હતું. અને પુતળુ સળગીને પડ્યું તો લોકો રેલવે ટ્રેક તરફ દોડ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here