પાદરા નજીક કેમિકલ કંપનીમાં ટાંકી સાફ કરવા ઉતરેલા ચારનાં મોત

0
966

– ગેસ લીકેજના કારણે મોત નીપજ્યુ હોવાની શંકા
– કંપનીના કોન્ટ્રાક્ટના કર્મચારીઓ ટાંકી સાફ કરવા ટાંકીમાં ઉતર્યા હતા

વડોદરા

વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં આવેલા માસર રોડ પાસે ગ્લોબલ કેમીકલ પ્રા. લી. નામની કંપનીની ટાંકીની સફાઇ કરવા ઉતરેલા ચાર કર્મચારીઓના મોત નીપજ્યા હોવાનુ રવિવારે સાંજે બન્યુ હતુ. હાઉસ કીપીંગના કોન્ટ્રાક્ટના ચાર યુવાનોના ગેસ લીકેજના કારણે મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ગ્લોબલ ગારમેન્ટ પ્રા.લી. ખાતે કંપનીની ડ્રેનેજની ટાંકી સાફ કરવા માટે હાઉસ કિપીંગના કોન્ટ્રાક્ટરના કર્મચારીઓ રવિવારે સાંજે ઉતર્યા હતા. જેમાં કમલેશ જાધવ (રે. વેડચ), કિરણ સોલંકી (રે. અભોર), મનીષ પઢીયાર (રે. દબોણી), વિનોદ જાદવ ડ્રેનેજની ટાકી સાફ કરવા માટે ગયા હતા.

પહેલા બે યુવાનો નીચે ઉતર્યા હતા, તેઓ અચાનક બેભાન થઇ ગયા હતા. તેમને બહાર કાઢવા માટે અન્ય બે યુવાનો નીચે ઉતર્યા હતા. તેઓને પણ ઝડપભેર અસર થતાં ફસડાઇ ગયા હતા.

આ ચારેવની જાણ થતા હોબાળો મચી ગયો હતો. અન્ય કર્મચારીઓએ સલામત રીતે ચારેવને બહાર કાઢીને ખાનગી વાહનો તથા ૧૦૮ની એમ્બ્યુલન્સ મારફતે ચારેવને જંબુસર સ્થિત ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં તબીબ સારવર શરૂ કરે તે અગાઉ તો ચારેય કામદારોનાં મોત નિપજ્યાં હતાં.

આ ચારેવને ગેસની અસરના કારણે મોત નીપજ્યા હોવાની પ્રાથમીક તબક્કે બહાર આવ્યુ છે. કેમીકલ કંપનીના વેસ્ટમાં ભયાનક ગેસ થયો હોવાનું બહાર આવ્યુ છે. આ ગેસની અસરના કારણે જ ચારેવના મોત નીપજ્યા હોવાનું મનાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here