પીએમ મોદી 17 જાન્યુઆરીએ 8 ટ્રેનોને દેખાડશે લીલી ઝંડી

0
305
આ એક્સપ્રેસ ટ્રેન સેવા વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જનારા પ્રવાસીઓ માટે શરૂ કરવામાં આવશે.
આ એક્સપ્રેસ ટ્રેન સેવા વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જનારા પ્રવાસીઓ માટે શરૂ કરવામાં આવશે.

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી  રવિવાર 17 જાન્યુઆરી સવારે 11 કલાકે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ગુજરાતના સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા માટે 8 નવી ટ્રેનોને લીલી ઝંડી દેખાડશે. આ ટ્રેનો વારાણસી, દાદર, દિલ્હી, અમદાવાદ, રીવા અને ચેન્નઈ સ્ટેશનોથી રવાના થશે. અમદાવાદ-કેવડિયા જનશતાબ્દી ટ્રેનમાં એક વિસ્ટાડોમ કોચ પણ હશે. તેને વિશેષ રૂપથી પર્યટનને પ્રોત્સાહન આપવા માટે ટ્રેનની યાત્રાને સુંદર અને યાદગાર બનાવવા માટે બનાવવામાં આવ્યો છે. કોવિડ બાદ આ પ્રથમ તક હશે જ્યારે કોઈ પેસેન્જર ટ્રેનને લોન્ચ કરવામાં આવશે. આ એક્સપ્રેસ ટ્રેન સેવા વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જનારા પ્રવાસીઓ માટે શરૂ કરવામાં આવશે. અધિકારીઓએ કહ્યું કે, નિયમિત રેલ સેવાથી પર્યટન સ્થળ પર વધુ પ્રવાસીઓ આવશે. રેલ મંત્રાલયે સ્ટેચ્યુ ઓફ યુનિટીની પાસે કેવડિયા રેલવે સ્ટેશન બનાવ્યું છે, જેનું ઉદ્ઘાટન પણ રવિવારે પીએમ મોદી કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here