પેટ્રોલ, ડીઝલમાં સતત ચોથા દિવસે ભાવવધારો

0
503
.છેલ્લા ચાર દિવસમાં પેટ્રોલના ભાવમાં પ્રતિલિટર રૂ. ૧.૨૧ અને ડીઝલના ભાવમાં પ્રતિલિટર રૂ. ૧.૨૫નો વધારો કરવામાં આવ્યો હતો.
.છેલ્લા ચાર દિવસમાં પેટ્રોલના ભાવમાં પ્રતિલિટર રૂ. ૧.૨૧ અને ડીઝલના ભાવમાં પ્રતિલિટર રૂ. ૧.૨૫નો વધારો કરવામાં આવ્યો હતો.

નવી દિલ્હી: સતત ચોથે દિવસે કરવામાં આવેલા ભાવવધારાને કારણે શુક્રવારે મુંબઈમાં પેટ્રોલના ભાવ પ્રતિલિટર રૂ. ૯૪.૬૪ અને ડીઝલના ભાવ પ્રતિલિટર રૂ. ૮૫.૩૨ની વિક્રમજનક સપાટીએ પહોંચ્યા હતા. રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવ પ્રતિલિટર રૂ. ૮૮.૧૪ અને ડીઝલના ભાવ પ્રતિલિટર રૂ. ૭૮.૩૮ની વિક્રમજનક સપાટીએ પહોંચ્યા હતા.સરકારની માલિકીના ઈંધણ રિટેલર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા મુજબ પેટ્રોલના ભાવમાં પ્રતિલિટર ૩૧ પૈસા અને ડીઝલના ભાવમાં પ્રતિલિટર ૩૦ પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો.છેલ્લા ચાર દિવસમાં પેટ્રોલના ભાવમાં પ્રતિલિટર રૂ. ૧.૨૧ અને ડીઝલના ભાવમાં પ્રતિલિટર રૂ. ૧.૨૫નો વધારો કરવામાં આવ્યો હતો. તેલ ખાતાના પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને બુધવારે લોકસભામાં કહ્યું હતું કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રાહત મળે તે માટે હાલને તબક્કે આબકારી જકાતમાં ઘટાડો કરવાની સરકારની કોઈ યોજના નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here