પ્રથમ કિસ્સો : બે વર્ષના બાળકમાં બીજા બાળકનું હ્રદય ટ્રાન્સપ્લાન્ટ કરાયું

0
1085
chennai indians youngest organ donor gave his heart to save life of two year old boy
chennai indians youngest organ donor gave his heart to save life of two year old boy

(જી.એન.એસ)ચેન્નાઇ,તા.૨૫
હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ જેવા ખર્ચાળ અને ખૂબ જ મુશ્કેલ કહી શકાય તેવા ઓપરેશનની દુનિયામાં તબીબોએ એક નવી સફળતા પ્રાપ્ત કરી છે. દેશમાં પ્રથમ કહી શકાય તેવા કિસ્સામાં ચેન્નાઈના તબીબોએ બે વર્ષના બાળકને બે વર્ષના જ બ્રેઇન ડેમેજ થયેલા બાળકનું હ્રદય ટ્રાન્સપ્લાન્ટ કર્યુ છે.ચેન્નાઈની ફોર્ટીસ મલાર હોસ્પીટલ ખાતે તબીબોએ આ ઓપરેશન કર્યુ હતું જેમાં તામિલનાડુના વીલ્લુપુરમના બાળકનું હ્રદય ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું.
બે વર્ષના બાળકને કાર્ડિયોપથી સાથે સિવિયર એલ વી ડાયફન્ક્‌શનની તકલીફ સર્જા હતી. ખૂબ જ સારવાર અને દવાઓ આપવા છતાં બાળકની પરિસ્થિતિમાં કોઈ સુધારો થયો નહતો. તબીબોએ પરિવારજનોને સૂચના આપી હતી કે આ બાળકને બચાવવા માટે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સિવાય કોઈ ઓપ્શન બાકી રહેતો હતો. પરિવારે તૈયાર દર્શાવતા બાળકની નોંધણી હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ રજિસ્ટ્રીમાં કરવામાં આવી હતી.
ચેન્નાઈના આ બાળકનું નસીબ સારૂ હતું એટલે તેને મુંબઈમાં બ્રેઇન ડેમેજ થયેલા બાળકનું હ્રદય મળ્યું હતું. આ બાળક પણ બે વર્ષનું જ હતું અને તેને ૧૦મી ફેબ્રુઆરીએ ઇરિવર્સીબલ બ્રેઇન ડેમેજ થયું હતું. આ બાળકના પરિવારે ઓરગન ડોનેશન કરવાનો નિર્ધાન કર્યો હતો જેથી કરી અને ઓછામાં ઓછા ૬ જણાની જીંદગી બચાવી શકાય. જાકે, ચેન્નાઈના બાળકના નસીબમાં આ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થવાનું લખ્યું હોવાથી તેને અન્ય વેઇટિંગ લિસ્ટમાં સામેલ લોકો કરતાં પહેલાં આ હ્રદય મળી ગયું હતુ. ચેન્નાઈથી તબીબોની ટીમ એર એમ્બુલન્સના માધ્યમથી મુંબઈ ગઈ હતી અને તેને આ હ્રદય મળ્યું હતું.
આ કિસ્સામાં ૨ વર્ષનો ઓરગન ડોનર દેશનો સૌથી નાની વયનો ઓરગન ડોનર તરીકે નોંધાયો હતો. આ ડેલિકેટ ઓપરેશનને ડા. આર. બાલાક્રિષ્નન, ડા, સુરેશ રાવય દ્વારા કરવામાં આવ્યું હતું. સૌથી મહત્વપૂર્ણ બાબત એ હતી કે આ સમગ્ર ઓપરેશનનો ખર્ચ વીમાની સ્કીમ અંતર્ગત ઊઠાવવામાં આવ્યો હતો જેમાં એક વર્ષ સુધીના દવાના ખર્ચની પણ જોગવાઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here