બુલંદશહર હિંસાનો મુખ્ય આરોપી યોગેશ રાજ, જેણે લોકોને ઉશ્કેર્યા હતા

0
932

બુલંદશહર

ઉત્તર પ્રદેશના બુલંદશહરના સ્યાના ગામમાં ગૌહત્યાની શંકામાં ફેલાયેલી હિંસામાં ઈન્સ્પેક્ટર સુબોધકુમાર સિંહ મોતને ભેટ્યા હતા. આ ઘટના બાદ રાજ્ય પોલીસ દોડતી થઈ ગઈ હતી. પોલીસે આ મામલાના મુખ્ય આરોપી બજરંગ દળના જિલ્લા સંયોજક યોગેશ રાજને પકડવા માટે ઠેર-ઠેર છાપા મારી રહી છે. પોલીસે આ હિંસાના આરોપમાં અત્યારસુધીમાં ચાર આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે ૮૭ લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે. પોલીસે આજે જણાવ્યું કે અલગ-અલગ છ ટીમો આરોપીઓને પકડવા માટે ફરી રહી છે.

યોગેશ રાજ વિરુદ્ધ નંધાયેલ એફઆઈઆરમાં પોલીસે તેના પર લોકોને ઉશ્કેરવાનો અને હિંસાને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ઘટના દરમિયાન સુબોધ કુમારસિંહે લોકોને સમજાવવાની કોશિશ કરી હતી એક સમય માટે લોકો શાંત પણ થઈ ગયા હતા. પરંતુ લોકો શાંત પડ્યા કે ફરી વખત આરોપી લોકોને ઉશ્કેરવા લાગ્યો હતો. જો કે, પોલીસ આરોપીના સંગઠનને લઈને મૌન સાધ્યુ છે.

બીજી તરફ યોગેશની બહેનનું કહેવુ છે કે, યોગેશ સંપૂર્ણ રીતે નિર્દોષ અને નાદાન છે. તે બજરંગ દળમાં રહીને દેશની સેવા કરી રહ્યો હતો. યોગેશ ગાય માતાને બચાવવાનું કામ કરે છે અને પોલીસ તેને આ કેસમાં ખોટી રીતે ફસાવી રહી છે. જ્યારે તે ઘટનાસ્થળ પર પહોંચ્યો ત્યારે એક પોલીસ ઓફીસરે તેને કહ્યું કે જો હું તેને ગોળી મારી રહ્યો છું અને આ કેસમાં તને ફસાઈ દઈશ.

યોગેશના પરિવારે દાવો કર્યો છે કે પહેલા કોઈ પોલીસ ઓફિસરે જ સુબોધને ગોળી મારી હતી જેથી તે જમીન પર ઢળી પડ્યો અને પછી તે અધિકારીએ કહ્યું કે જો હવે હું મારી જાતને ગોળી મારીશ અને તમને બધાને આમાં ફસાવી દઈશ. જો કે, હાલમાં પોલીસ યોગેશ રાજને પકડવા માટે શોધખોળ કરી રહી છે. જો કે, આ ઘટનામાં સૌથી મોટો સવાલ એ છે કે સુબોધકુમાર સિંહ સાથે ગયેલ પોલીસ અધિકારીઓએ ઈન્સપેક્ટર સુબોધને છોડીને કેમ દૂર ચાલ્યા ગયા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here