બોરસદમાં પતંગની દોરીથી બાળકનું ગળું કપાયું

0
318
દરમિયાન બાળકનાં ગળામાં પતંગની દોરી ભરાતા મોતની ઘટના નજરેનજર જોનારા નાગરિકોનું હૃદય પણ કંપી ગયું હતું.
દરમિયાન બાળકનાં ગળામાં પતંગની દોરી ભરાતા મોતની ઘટના નજરેનજર જોનારા નાગરિકોનું હૃદય પણ કંપી ગયું હતું.

અમદાવાદ: ઉત્તરાયણ પર્વને આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે બોરસદનાં સૂર્ય મંદિર રોડ ઉપર પિતા સાથે બાઈક ઉપર બેસી જઈ રહેલા મિર્ઝા સહદ નામના બાળકના ગળામાં પતંગની દોરી ભરાઈ જતા બાળકનું ગળું કપાઈ ગયું હતું. બોરસદના ફતેહપુર વિસ્તારમાં રહેતો ૭ વર્ષનો મિર્ઝા સહદ પિતા સાથે બાઈક પર બેસી જઈ રહ્યો હતો. દરમિયાન બાળકનાં ગળામાં પતંગની દોરી ભરાતા મોતની ઘટના નજરેનજર જોનારા નાગરિકોનું હૃદય પણ કંપી ગયું હતું. અકસ્માત સમયે ઈમરજન્સી ૧૦૮ની એમ્બ્યુલન્સને કોલ કરવામાં આવ્યો હતો. ઉપસ્થિત નાગરિકો આક્રોશ કરી રહ્યા હતા કે ઘટનાને ૪૫ મિનિટ બાદ ૧૦૮ એમ્બ્યુલન્સ વાન આવી હતી. જે દરમ્યાન ઘટના સ્થળે અને બાદ સમયસર સારવાર ન મળતા બાળકનું મોત નીપજ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here