મહારાષ્ટ્રમાં 16,000થી વધુ ખેડૂતોએ આત્મહત્યા કરી

0
1098

મુંબઈ, શનિવાર
જાન્યુઆરી-૨૦૦૧થી ઓક્ટોબર-૨૦૧૮ સુધી મહારાષ્ટ્રમાં ૧૫,૬૨૯ ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. જાન્યુઆરી-૨૦૧૮થી સપ્ટેમ્બર-૨૦૧૮ સુધી મહારાષ્ટ્રમાં ૬૭૪ ખેડૂતોની આત્મહત્યાની જાણકારી મહેસૂલ પ્રધાન ચંદ્રકાંત પાટીલે વિધાનસભામાં લેખિત આપી.
ધારાસભ્ય રાહુલ પાટીલે વિરોધ પક્ષના નેતા રાધાકૃષ્ણ વીખે પાટીલ અને અન્ય સભ્યોએ ખેડૂતોની આત્મહત્યા સંબંધિત પ્રશ્ન વિધાનસભામાં પૂછ્યો હતો. જેના જવાબમાં ચંદ્રકાંત પાટીલે જણાવ્યું કે મહારાષ્ટ્રના છ જિલ્લાઓમાં જાન્યુઆરી-૨૦૦૧થી ઓક્ટોબર-૨૦૧૮ સુધી અલગ અલગ કારણોથી ૧૫,૬૨૯ ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. જેમાં ૭,૦૦૮ ખેડૂતોની મદદ કરાઈ હતી, જ્યારે ૮૪૦૬ કેસમાં ખેડૂતોની મદદને અપાત્ર ગણાવાઈ હતી.
૨૧૫ કેસની હજુ તપાસ ચાલી રહી છે. લગભગ ૫,૦૦૦ ખેડૂતોને મદદ આપવામાં આવી હતી. મદદ સ્વરૂપે તેમણે એક લાખ રૂપિયા અપાયા હતા. તેવી જ રીતે મહારાષ્ટ્ર વિસ્તારમાં ૬૭૪ ખેડૂતોએ આત્મહત્યા કરી, જેમાં ૪૪૫ ખેડૂતોને મદદ એક લાખ રૂપિયા પ્રતિખેડૂત કરવામાં આવી.
નાસિક િજલ્લામાં જાન્યુઆરીથી સપ્ટેમ્બર-૨૦૧૮ સુધી અલગ અલગ કારણસર ૭૩ ખેડૂતોએ આત્મહત્યા કરી, જેમાં ૧૭ ખેડૂતો જ મદદ પાત્ર ગણવામાં આવ્યા. જ્યારે બાકીના ખેડૂતો મદદ માટે અપાત્ર મનાયા. એવી જ રીતે કોલ્હાપુર જિલ્લામાં ૨૦૪થી ૨૧૮ સુધી અલગ અલગ કારણોથી ૧૦૩ ખેડૂતોએ આત્મહત્યા કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here