માત્ર 33 વર્ષની ઉંમરે હોકીના ચેમ્પિયન ખેલાડી સંદીપ માઇકલ નિધન

0
1048

જન્સી-નવી દિલ્હી

ભારતનું હોકી જગત જ્યાં વિશ્વ કપની શરૂ થવાની રાહ જોઇ રહ્યું છે, ત્યાં બીજી તરફ હોકીની દુનિયાના એક અત્યંત દુઃખદાયક સમાચાર સામે આવ્યા છે. માત્ર 33 વર્ષની ઉંમરમાં પૂર્વ હોકી ખેલાડી સંદીપ માઇકલનું શુક્રવાર કોઈ રહસ્યમય ન્યુરોલોજીકલ બીમારીના કારણે મૃત્યુ થયું છે. સંદીપના સુકાન હેઠળ ભારતીય જુનિયર ટીમે વર્ષ 2003માં એશિયા કપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

કર્ણાટક રાજ્ય હોકી સંઘના સચિવ કે.કૃષ્ણમૂર્તિએ જણાવ્યું કે સંદીપનું નિધન ગઇકાલે બપોરે અહીં એક ખાનગી હોસ્પિટલમાં થયું હતું. તે કોઈ ન્યુરોલોજીકલ બીમારીથી પીડિત હતો અને તેને 18 નવેમ્બરે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તે કોમામાં ચાલ્યો ગયો હતો અને ફરી હોશમાં નહતો આવ્યો. માઇકલની અંતિમ વિધિ આજે સિંગાપુર ચર્ચના કબ્રસ્તાનમાં થશે.

માઇકલના કારકિર્દીની સૌથી મોટી સિદ્ધિ 2003માં ભારત માટે જુનિયનર એશિયા કપનું ટાઈટલ જીત્યું તે હતી. આ ટુર્નામેન્ટમાં તેણે પાકિસ્તાન અને કોરિયા જેવી ટીમો સામે અગ્રેસર મેચોમાં ગોલ કર્યા હતા. તેને ટુર્નામેન્ટનો સૌથી પ્રતિભાશાળી ખેલાડીનો ખિતાબ એનાયત કરાયો હતો. કૃષ્ણામૂર્તિએ જણાવ્યું કે તેની પાસે મેદાનના કોઈ પણ ભાગથી ગોલ કરવાની ક્ષમતા હતી. આ કુશળતાએ તેને કોચનો પસંદીદા ખેલાડી બનાવ્યો હતો અને પ્રશંસકો પણ તેને પસંદ કરતા હતા.

તેના પિતા જોન માઇકલ રાજ્ય સ્તરના વોલીબોલ ખેલાડી હતા અને તેની માતા ટ્રેક અને ફિલ્ડ એથ્લીટ સાથે રાજ્ય સ્તરના ખો-ખો ખેલાડી હતા. માઇકલના ભાઇ વિનીતે પણ વર્ષ 2002માં સબ જૂનિયર હોકી ટીમમાં કર્ણાટકનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેણે વરિષ્ઠ ટીમ સાથે વર્ષ 2003માં ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કર્યો હતો. કૃષ્ણામૂર્તિએ જણાવ્યું કે આ ટુર્નામેન્ટમાં તેને ધનરાજ પીલ્લઇની જગ્યાએ સ્થાનાંતરિત ખેલાડી તરીકે ઉતારવામાં આવ્યો હતો અને તેણે બે ગોલ પણ કર્યા હતા. મને યાદ છે કે પિલ્લઇ તેના ગોલની પ્રશંસા કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here