રાજકોટમાં પ્રમુખસ્વામીના 98માં જન્મોત્સવનો મહંતસ્વામી અને CMના હસ્તે પ્રારંભ

0
1122

-મને વિશ્વાસ છે પ્રમુખસ્વામીના આશિર્વાદ સ્વર્ગમાંથી વરસતા હશેઃ મુખ્યમંત્રી

-પ્રમુખસ્વામી મહારાજના પગલે ચાલવાનું છે સૌને આશિર્વાદ મળશેઃ મહંતસ્વામી

રાજકોટ

રાજકોટના છેવાડે સ્વામિનારાયણ નગરમાં વિશ્વવિંદનીય પ્રમુખસ્વામી મહારાજના 98મા જન્મોત્સવનો બીએપીએસના વડા મહંતસ્વામી મહારાજ અને મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે 5 ડિસમ્મંબરગલ પ્રારંભ કરવામાં આવ્યો હતો. બુધવારે સવારે 7:30 વાગ્યે મુખ્ય પ્રેવશ દ્વાર પર શાસ્ત્રોક પૂજન-વિધી કરવામાં આવી હતી. મહોત્સવના પ્રારંભે જય સ્વામિનારાયણનો નાદ ગૂંજી ઉઠ્યો હતો. મુખ્ય મંદિરમાં મહંતસ્વામીની સાથે મુખ્યમંત્રી સ્વામિનારાયણ ભગવાનની આરતીમાં જોડાયા હતાં.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહોત્સવનો પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે, રાજકોટની ધરતી પર પ્રમુખસ્વામી મહારાજનો જન્મોત્સવ ઉજવાય છે, એ આનંદ અને ગૌરવની વાત છે. બાપાનો રાજકોટ સાથે અનેરો નાતો રહ્યો છે. હાલ પ્રમુખસ્વામીની ગેરહાજરી છે, પરંતુ મને વિશ્વાસ છે કે તેમના આશિર્વાદ સ્વર્ગમાંથી વરસતા જ હશે. સાથે મહોત્સવમાં લાખો લોકો આવશે તેનું જીવન પરિવર્તન થશે, વ્યસન મુક્ત થશે અને મહોત્સવથી સૌનું ભાવિ ઉજળુ થશે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

મહંત સ્વામી મહારાજે ગુરૂ હરિપ્રમુખ સ્વામી મહારાજના 98મા જન્મોત્સવનો પ્રારંભ કરવાતા જણાવ્યું હતું કે, આ અણમોલ અવસરે ચારે તરફથી સહકાર, સહકારને સહકાર જ મળી રહ્યો છે. પ્રમુખસ્વામીએ પોતાના જીવન દરમિયાન રાત-દિવસ સેવા કરી લોકોને કામ કર્યા હતા. સૌને તેના આશિર્વાદ મળશે અને પ્રમુખસ્વામી મહારાજના પગલે ચાલવા મહંતસ્વામી મહારાજે કહ્યું હતું.

પ્રમુખસ્વામી મહારાજના જન્મોત્સવમાં આવેલ મહેમાનોના સ્વાગત માટે યુવાનો પાઘડીમાં સજ્જ થયા હતા. સાથે પારંપારિક ડ્રેસ કોડમાં યુવાનોએ મહોત્સવમાં આવેલ મહેમાનોનું સ્વાગત કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here