રાજકોટ નજીક ડમ્પર પાછળ મિની ટ્રક ઘૂસી જતાં બેનાં મોત: ચાર ઈજાગ્રસ્ત

0
325
આ અકસ્માતમાં વિશાલનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે સાથે આવેલા મજૂરનું સારવાર દરમિયાન મોત થયું હતું.
આ અકસ્માતમાં વિશાલનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે સાથે આવેલા મજૂરનું સારવાર દરમિયાન મોત થયું હતું.

રાજકોટ: જિલ્લાના બામણબોર બાઉન્ડરી નજીક મંગળવારે મોડી રાતે બંધ પડેલા ડમ્પર પાછળ મીની ટ્રક ધડાકાભેર અથડાતાં એકનું ઘટનાસ્થળે અને એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે આઈસરમાં સવાર અન્ય ચાર લોકો ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અમદાવાદમાં રહેતો મજૂર પરિવાર અમદાવાદથી સામાન ભરી વતન જુજારપુરમાં નવા બનાવાયેલા મકાનમાં રહેવા આવી રહ્યો હતો ત્યારે અકસ્માત થયો હતો. મળતી માહિતી મુજબ જુજારપુરમાં નવું મકાન બનીને તૈયાર થઇ ગયું હોઈ વિશાલના પિતા કાનજીભાઇ અગાઉથી જ અહીં હતા. પુત્ર વિશાલ, તેનાં માતા, બહેન અને પિત્રાઇ બહેન રાતે મીની ટ્રકમાં સામાન ભરાવી અમદાવાદથી ચોરવાડ આવવા રવાના થયાં હતાં ત્યારે બામણબોર પાસે રાતે ત્રણેક વાગ્યે એક ડમ્પર બંધ ઊભું હતું, તે ડ્રાઇવરને ન દેખાતાં તેની પાછળ આઇસર ધડાકાભેર અથડાતાં એના આગળના ભાગનો ભુક્કો બોલી ગયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here