રોજગારલક્ષી ઓનલાઇન કોલ સેન્ટર નો ઈ – પ્રારંભ

0
297
આ પ્રસંગે તેમણે એપ્રન્ટિસશીપ યોજનાની પુસ્તિકાનું વિમોચન પણ કર્યું હતું
આ પ્રસંગે તેમણે એપ્રન્ટિસશીપ યોજનાની પુસ્તિકાનું વિમોચન પણ કર્યું હતું
ગાંધીનગર: રોજગાર વાંચ્છુ યુવાઓ માટે આશીર્વાદ રૂપ ગણાય એવા રોજગારલક્ષી ઓનલાઇન કોલ સેન્ટર નો ઈ – પ્રારંભ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજરોજ કરાવતા રાષ્ટ્રીય સ્તરે વધુ એક નવો પ્રયોગ ગુજરાતના ખાતે નોંધાયો છે.  ‘રોજગાર સેતુ નામની આ સેવા ટેલિફોન નંબર ૬૩-૫૭-૩૯૦-૩૯૦ ઉપર  કોલ ડાયલ કરીને મળી શકશે . આ રોજગાર સેતુ કોલ સેન્ટર દ્વારા કોઈપણ યુવક  યુવતીને કોઇપણ જિલ્લાની અભ્યાસલક્ષી-રોજગારલક્ષી તથા સરકારી યોજનાઓની માહિતી તાબડતોબ મળી શકશે. આ પ્રસંગે શ્રી રૂપાણીએ જણાવ્યુ હતું કે 12મી જાન્યુઆરીથી 25 જાન્યુઆરી સુધી ઓનલાઇન ભરતીમેળા પખવાડિયા દ્વારા આશરે 25,000 જેટલા યુવાનોને રોજગારના  અવસર ઉપલબ્ધ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here