રોહિત શેખર મર્ડર કેસ ઉકેલાયો, પત્નીની ધરપકડ

0
840
Rohit Shekhar's wife Apoorva arrested for his murder
Rohit Shekhar's wife Apoorva arrested for his murder

(જી.એન.એસ)લખનઉ,
યુપીના પૂર્વ સીએમ નારાયણ દત્ત તિવારીના પુત્ર રોહિત શેખરની હત્યાના કેસમાં પત્ની અપૂર્વા શુકલાની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી લીધી છે. સૂત્રોનું કહેવું છે કે અપૂર્વાની વિરૂદ્ધ પૂરતા પુરાવા મળ્યા બાદ પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. ૧૬મી એપ્રિલના રોજ રોહિત પોતાના બંગલાના રૂમમાં મૃત જાવા મળ્યો હતો. પોલીસે હત્યાની પુષ્ટી બાદ કેટલાંક કલાકો સુધી તેમની પત્નીની પૂછપરછ પણ કરી હતી.
અત્યાર સુધીની મળતી માહિતી પ્રમાણે પોલીસને અપૂર્વાની વિરૂદ્ધ પુરતા પૂરાવા મળ્યા છે, ત્યારબાદ તેમની ધરપકડ કરાઇ છે. શનિવારના રોજ પોલીસે અપૂર્વાની આઠ કલાક સુધી લાંબી પૂછપરછ કરી. સૂત્રોનું કહેવું છે કે અપૂર્વાના નિવેદનોમાં તાલમેલ નહોતો. મીડિયા રિપો્ર્‌ટસના મતે આ હત્યાકાંડને અંજામ આપવામાં અપૂર્વા સંપૂર્ણપણે સામેલ હતી. તપાસ ટીમ હવે અન્ય આરોપીઓને પણ અરેસ્ટ કરી શકે છે.
આ કેસમાં રોહિતની પત્ની અપૂર્વાની સિવાય ઘરમાં હાજર બે નોકરોના નિવેદન પણ પોલીસને શંકાસ્પદ લાગ્યા હતા. સીન રીકંસ્ટ્રક્શન દરમ્યાન પોલીસને જાણવા મળ્યું કે હાલવેના બે સીસીટીવી કેમેરા કામ કરી રહ્યા હતા. બાદમાં કેમેરા ખરાબ મળ્યા. પોલીસ અધિકારીએ કહ્યું કે અડધી રાત બાદ અપૂર્વા સીસીટીવીમાં ફર્સ્ટ ફ્લોર પર જતા દેખાયા હતા જ્યારે સ્થાનિક નોકરોના મતે તેઓ રાત્રે ૨.૩૦ વાગ્યા સુધી ગ્રાઉન્ડ ફ્લોર પર ક્રાઇમ સીરીયલ જાઇ રહ્યા હતા.
રોહિત શેખરના માતાએ પહેલાં સ્વાભાવિક મોત ગણાવ્યું હતું, પરંતુ તપાસ આગળ વધ્યા બાદ તેમણે કહ્યું કે પત્ની સાથે રોહિતની અણબન રહેતી હતી. ક્રાઇમ બ્રાન્ચે પોતાની તપાસમાં પહેલાં પણ કહ્યું હતું કે રોહિતની પત્ની તેના પર શંકા કરતી હતી અને બંનેની વચ્ચે ખૂબ તણાવ હતો. રોહિતની પત્નીના તેના કોઇ સંબંધિત મહિલાની સાથે નિકટતાને લઇ શંકા હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here