લંડનના વૉઇસ ઑફ ગૉડ કહેવાતા ડેવિડ અટ્ટેંબ્રોની ડબિંગ કરવાની જવાબદારી બીબીસીએભારતના સુપ્રસિદ્ધ ડબિંગ આર્ટિસ્ટ સુરેન્દ્ર ભાટિયાને સોંપી

0
1080

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ડબિંગ આર્ટિસ્ટને કોઈ સન્માન નથી આપતું” – સુપ્રસિદ્ધ ડબિંગ આર્ટિસ્ટ સુરેન્દ્ર ભાટિયા

લંડનના વૉઇસ ઑફ ગૉડ કહેવાતા ડેવિડ અટ્ટેંબ્રોની ડબિંગ કરવાની જવાબદારી બીબીસીએભારતના સુપ્રસિદ્ધ ડબિંગ આર્ટિસ્ટ સુરેન્દ્ર ભાટિયાને સોંપી

બીબીસી અર્થના શો બ્લુ પ્લેનેટફ્રોઝન પ્લેનેટઆફ્રિકાલાઇફ સ્ટોરી વગેરેમાં લંડનના વૉઇસ ઑફ ગૉડ કહેવાતા વિશ્વ વિખ્યાત અભિનેતા ડેવિડઅટ્ટેંબ્રોની ડબિંગ કરવા પૂરા ભારતમાં ઑડિસન કરાયા બાદ એની જવાબદારી બીબીસીએ ભારતના સુપ્રસિદ્ધ ડબિંગ આર્ટિસ્ટ સુરેન્દ્ર ભાટિયાને સોંપીછે અંગે સુરેન્દ્ર ભાટિયા કહે છે કે મારા માટે સન્માનની વાત છે કે મને લંડનના અવાજની દુનિયાના ભગવાન કહેવાતા ડેવિડ અટ્ટેંબ્રોનાઅવાજ માટે મારી પસંદગી કરવામાં આવીમને મોટા ભાગે વિખ્યાત કલાકારના ડબિંગનું કામ મળે છેદેશ હોય કે વિદેશતમામને મારૂં કામપસંદ છે અને મને  માટે લાયક સમજે છેમને મારા હિસાબે કામ આપે છે અને મારા હિસાબે પેમેન્ટ પણ કરે છે.

      ગાઉ ડબિંગમાં ઘણો ઓછો સ્કોપ હતોપરંતુ હવે સેટેલાઇટ ચૅનલ અને મલ્ટીપ્લેક્ષ વગેરેને કારણે પુષ્કળ સિરિયલફિલ્મએડ ફિલ્મ વગેરેવિભિન્ન ભાષાઓમાં ડબિંગ કરી રિલીઝ કરાય છેઆને કારણે સરકારને પણ ફાયદો થાય છેપરંતુ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ડબિંગઆર્ટિસ્ટનું મોટાભાગે સન્માન કરતી નથી તેમને પદ્મભૂષણપદ્મશ્રી કે નેશનલ એવોર્ડ આપતી નથીપણ શું કામ?

        તાજેતરમાં બીબીસી અર્થના કાર્યક્રમ પ્લેનેટના ડબિંગ દરમ્યાન સુપ્રસિદ્ધ ડબિંગ ર્ટિસ્ટ સુરેન્દ્ર ભાટિયા સાથે મુલાકાત થઈજેઓ છેલ્લા 36વરસથી ઇન્ડસ્ટ્રીમાં ડબિંગ કરી રહયા છેજુરાસિક પાર્ક ફિલ્મ માટે વર્લ્ડ ફેમસ અભિનેતા રિચર્ડ અટ્ટેંબ્રો માટે ડબિંગ કર્યું હતુંહવે તેમના ભાઈડેવિડ અટ્ટેંબ્રો માટે બીબીસી અર્થના કાર્યક્રમ પ્લેનેટનું ડબિંગ કરી રહ્યા છેસુરેન્દ્ર ભાટિયાને દાદા સાહેબ ફાળકે એકેડેમી પુરસ્કારથી સન્માનિતકરવામાં આવ્યા છે.

            અસોસિયેશન ઑફ વૉઇસ આર્ટિસ્ટના ભૂતપૂર્વ અધ્યક્ષ અને ડબિંગ આર્ટિસ્ટ સુરેન્દ્ર ભાટિયા ઇન્ડસ્ટ્રીમાં 36 વરસ પૂરા કર્યા  પ્રસંગે કહેછેઇન્ડસ્ટ્રીએ મને ઘણું પ્યુંઇજ્જતસન્માન અને પૈસા બધું મળ્યુંપરંતુ અમને સરકાર નજર અંદાજ કરી રહી છેઆજે ઘણી ચૅનલ માત્રડબિંગ કરેલી સિરિયલ અને ફિલ્મો દર્શાવી રહી છેઉપરાંત ઘણી ફિલ્મો વિવિધ ભાષામાં ડબ કરી રિલીઝ કરાય છે અને સરકારને કરોડો રૂપિયાનીકમાણી થાય પરંતુ કોઈ ડબિંગ આર્ટિસ્ટને સરકારી એવોર્ડ અપાતો નથી એનો મને અફસોસ છેપરંતુ હું એવું ઇચ્છું છું કેઆવનારી નવી પેઢીનેસરકાર નજરઅંદાજ  કરે અને તેમને પદ્મભૂષણપદ્મશ્રી કે નેશનલ એવોર્ડ વગેરેથી સન્માનવામાં આવે.

              નવા આવનારા ડબિંગ આર્ટિસ્ટ અંગે સુરેન્દ્ર ભાટિયા કહે છે કેડબિંગ આર્ટિસ્ટે પહેલા સારા એક્ટર બનવું જરૂરી છેત્યાર બાદઅવાજ સારો હોવો જોઇજ્યાં સુધી ફિલ્મ કે સિરિયલના કેરેક્ટર અને એના હાવભાવને નહીં સમજો ત્યાં સુધી એની ડબિંગ સારી રીતે નહીં કરીશકોઅવાજ થોડો નબળો હશે તો ચાલશે કારણદરેક કેરેક્ટર માટે અલગ અલગ અવાજની જરૂ પડે છે અને એમાં થોડું ઘણું આમતેમ ચાલી શકેછેપરંતુ કેરેક્ટરનો હાવભાવસ્ટાઇલ વગેરે સમજવું સૌથી મહત્ત્વનંઅ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here