વડોદરા નજીક યોજાયેલી થર્ટીફર્સ્ટની પાર્ટીમાં યુવાનની હત્યા

0
372
આ પાર્ટી દરમિયાન ઝઘડો થતાં પાર્ટીમાં સામેલ વડોદરાના નવાપુરા વિસ્તારમાં વણકરવાસમાં રહેતા હિતેશ પરમારનું મોત નીપજ્યું હતું.
આ પાર્ટી દરમિયાન ઝઘડો થતાં પાર્ટીમાં સામેલ વડોદરાના નવાપુરા વિસ્તારમાં વણકરવાસમાં રહેતા હિતેશ પરમારનું મોત નીપજ્યું હતું.

અમદાવાદ: વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ઘાયજ ગામ પાસે ખેતરમાં યોજાયેલી થર્ટીફર્સ્ટ ડિસેમ્બરની થ્રી-ડી પાર્ટીમાં થયેલી મારામારી દરમિયાન વડોદરાના યુવાનની હત્યા થઈ હતી. વડોદરાના નવાપુરાના યુવાનની થયેલી હત્યાનો ભેદ ઉકેલવા પોલીસે પાર્ટીમાં સામેલ તમામ ૯ યુવાનની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે. પાર્ટીમાં ગોરવા સહિત વડોદરાના વિવિધ વિસ્તારોના યુવાનો હોવાનું બહાર આવ્યું છે.વડોદરા શહેર-જિલ્લા પોલીસતંત્ર દ્વારા કોરોના મહામારીને કારણે થર્ટીફર્સ્ટની રાત્રે પાર્ટીઓ યોજવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. એ સાથે પાર્ટીઓ ન યોજાય એ માટે ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.આમ છતાં પોલીસતંત્રને ગંધ ન આવે એ રીતે પાર્ટીઓ યોજાઈ હતી. કેટલાંક સ્થળોએ થ્રી-ડી પાર્ટીઓનું પણ આયોજન થયું હતું, જેમાં પાદરા તાલુકાના ઘાયજ ગામ પાસેના ખેતરમાં પણ સ્થાનિક અને વડોદરાના યુવાનો દ્વારા ડાન્સ, ડિનર અને ડ્રિંક્સ એમ થ્રીડી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here