(જી.એન.એસ)મુંબઇ,તા.૨૧
આ હુમલા અંગે બોલિવૂડ અભિનેત્રી અને મૂળ શ્રીલંકાની જેકલીન ફર્નાન્ડીઝ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યો છે. જેકલીન આ અંગે ટ્વીટ કરતાં લખ્યું કે, શ્રીલંકામાં થયેલા બ્લાસ્ટ્સના સમાચારથી દુઃખી છું. આ પ્રકારની હિંસા રોકાવી જાઇએ.
માત્ર જેકલીન જ નહીં, પરંતુ તમામ લોકો આ ઘટનાની નિંદા કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, જેકલીન જન્મ શ્રીલંકાના કોલંબોમાં થયો હતો. જેકલીનના પિતા શ્રીલંકન છે, જ્યારે તેની માતા મલેશિયન છે. વર્ષ ૨૦૦૬માં જેકલીન મિસ શ્રીલંકા કોન્ટેસ્ટમાં ભાગ લીધો અને તે મિસ શ્રીલંકા બની હતી.