શ્રીલંકા બોમ્બ બ્લાસ્ટઃ જેડીએસના બે નેતાઓના મોત

0
856
High Commission of India in Sri Lanka confirms death of two more Indian nationals, K G Hanumantharayappa & M Rangappa in the bomb blasts in Sri Lanka
High Commission of India in Sri Lanka confirms death of two more Indian nationals, K G Hanumantharayappa & M Rangappa in the bomb blasts in Sri Lanka

(જી.એન.એસ)ન્યુ દિલ્હી,
શ્રીલંકામાં રવિવારે થયેલા બોંબ વિસ્ફોટમાં પાંચ ભારતીય સહિત ૨૯૦ લોકોના મોત થયા હતા. જેમાં કોલંબોમાં રજા માણવા ગયેલા જનતા દળ સેક્યુલર(જેડીએસ)ના સાત નેતાઓ લાપત્તા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા હતા અને તેમાંથી બે નેતાઓના મોત થયા હોવાની પુષ્ટી કર્ણાટકના મુખ્યમંત્રી કુમારસ્વામીએ સોમવારે કરી હતી.
કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી વીરપ્પા મોઇલીના કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર બાદ આ નેતાઓ રજાઓ માણવા શ્રીલંકા ગયા હોવાની જાણકારી આપી હતી. આ તમામ નેતા શંગરી-લા હોટલમાં રોકાયા હતા જ્યાં રવિવારે વિસ્ફોટ થયો હતો.
દરમિયાન કર્ણાટકના મુખ્ય મંત્રી કુમારસ્વામીએ ટ્વીટ કરીને લખ્યું હતું કે, હું આઘાતમાં છું કેમકે શ્રીલંકામાં રજા માણવા ગયેલા જેડીએસના સાત નેતા લાપત્તા થયા છે જે પૈકી બે નેતાના મોત થયા છે. હું શ્રીલંકાના ભારતીય હાઇ કમિશન સાથે સતત સંપર્કમાં છું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here