સુપ્રસિધ્ધ ચકુડિયા મહાદેવ ખાતે મહાશિવરાત્રિની ભવ્યાતિભવ્ય ઉજવણી થશે

દેવાધિદેવને સવા મણ દૂધ અને સવા લાખ બિલીપત્રનો મહાઅભિષેક કરાશે મહાશિવરાત્રિની રાત્રે સવા બાર વાગ્યે દેવાધિદેવ મહાદેવની ભવ્ય મહાપૂજાનો પ્રારંભ થશે, જે બીજા દિવસે સવારે ચાર વાગ્યા સુધી ચાલશે : દેવાધિદેવ મહાદેવની વહેલી પરોઢે ૪-૦૦ વાગ્યે મહાઆરતી કરવામાં આવશે

0
306
ચકુડિયા મહાદેવ ખાતે મહાશિવરાત્રિ પર્વની ભવ્ય ઉજવણી કરાશે
ચકુડિયા મહાદેવ ખાતે મહાશિવરાત્રિ પર્વની ભવ્ય ઉજવણી કરાશે

અમદાવાદતા.૧૦    

        ગુજરાતના સુપ્રસિધ્ધ અને અમદાવાદ શહેરના રખિયાલ વિસ્તારમાં આવેલા જાણીતા જય ચકુડિયા મહાદેવ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ દેવાધિદેવ મહાદેવની અતિપ્રિય એવી મહા શિવરાત્રિની ભારે ભકિતભાવ અને આસ્થા સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવશે. મહાશિવરાત્રિના અતિ પવિત્ર પર્વ નિમિતે આવતીકાલે તા.૧૧મી માર્ચના રોજ જય ચકુડિયા મહાદેવ ખાતે દેવાધિદેવ મહાદેવની વહેલી પરોઢે ૪-૦૦ વાગ્યે મહાઆરતી કરવામાં આવશે. ત્યારબાદ ભોળાનાથને સવા મણ દૂધનો અને સવા લાખ બિલીપત્રનો ભવ્યાતિભવ્ય અભિષેક કરવામાં આવશે. મહાશિવરાત્રિની રાત્રે સવા બાર વાગ્યે દેવાધિદેવ મહાદેવની ભવ્ય મહાપૂજાનો પ્રારંભ થશે, જે બીજા દિવસે સવારે ચાર વાગ્યા સુધી ચાલશે. એ પછી ભોળાનાથને પારણાં કરાવવામાં આવશે. મહાશિવરાત્રિના પવિત્ર પર્વ નિમિતે જય ચકુડિયા મહાદેવ ખાતે ભોળાનાથની અખંડ ધૂનની સાથે સાથે સાંજે ૪-૩૦ વાગ્યે બરફના મહાદેવના દર્શન શ્રધ્ધાળુ ભકતો માટે ખુલ્લા મૂકાશે એમ અત્રે રખિયાલના સુપ્રસિધ્ધ ચકુડિયા મહાદેવના મહારાજ ચકા મહારાજે જણાવ્યું હતું.

        તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ચકુડિયા મહાદેવ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત રીતે દેવાધિદેવ મહાદેવના અતિ પવિત્ર પર્વ મહાશિવરાત્રિની ભવ્ય ઉજવણી કરવામાં આ‌વશે પરંતુ આ વર્ષે કોરોનાકાળને ધ્યાનમાં રાખી જાહેરજનતાની સુરક્ષા અર્થે સોશ્યલ ડિસ્ટન્સીંગ, માસ્ક સહિતની સરકારની માર્ગદર્શિકાઓનું પાલન કરવાની સાથે સાથે ઉજવણી કરાશે, તેથી જનતાએ પણ તેનું ખાસ પાલન કરવા અનુરોધ છે કે, જેથી કોરોના વાયરસનું સંક્રમણ વકરે નહી. ચકુડિયા મહાદેવના મહારાજ ચકા મહારાજે વધુમાં ઉમેર્યું કે, મહાશિવરાત્રિના પર્વ નિમિતે દર વર્ષે મંદિરના પ્રાંગણમાં અને વિશાળ જગ્યામાં લોકમેળો ભરાય છે અને ભોળાનાથના દર્શનાર્થે ગામ-પરગામ અ્ને દૂરદૂરથી લોકો આવે છે. મહાશિવરાત્રિના પર્વના દિવસે દર્શનાર્થે હજારો શ્રધ્ધાળુ ભકતોને દેવાધિદેવ મહાદેવની સાથે સાથે મંદિરમાં જ શ્રી મહાકાળી માતાજી, બળિયાદેવ, સાંઇનાથ બાબા, હનુમાન દાદા, પહાડેશ્વર દાદાના દર્શન થશે. ઉપરાંત, રાધાકૃષ્ણ ભગવાન, રામ દરબાર, કેવટ પ્રસંગ, ઋષિકેશ દાદાના દર્શન થશે. તો, ભોળાનાથના બારેય મહાન જયોર્તિલિંગના પણ દર્શન મંદિર પ્રાંગણમાં જ દર્શનાર્થીઓ કરી શકશે. ચકુડિયા મહાદેવની સેવા પ્રવૃત્તિ અંગે ચકા મહારાજે જણાવ્યું કે, જય ચકુડિયા મહાદેવ દાળ-રોટી સદાવ્રત ટ્રસ્ટ તરફથી કોઇપણ જાતના ભેદભાવ વિના સાધુ-સંતો, ગરીબો તેમ જ જરૂરિયાતમંદો માટે દરરોજ સવાર સાંજ ભોજન પીરસવામાં આવે છે. સંસ્થા તરફથી વિશાળ ગૌ શાળા પણ ચલાવવામાં આવે છે.  મંદિર તરફથી ૧૨૫થી વધુ ગાયોની સેવા ચાકરી કરવામાં આવે છે. જય ચકુડિયા મહાદેવ દાળ-રોટી સદાવ્રત ટ્રસ્ટ સંસ્થામાં દાન આપનારા દાતાઓને ઇન્કમટેક્ષમાંથી કર મુકિત મળે છે.

        આ સિવાય મહાશિવરાત્રિના મહાન પર્વને લઇ ચકુડિયા મહાદેવથી સાત કિલોમીટર દૂર વસ્ત્રાલ જવાના રોડ પર મહેમુદપુરા અ્ને ગતરાડની હદમાં આવેલા પવિત્ર દેવસી તળાવના કિનારે જય ચકુડિયા મહાદેવનું શિવાલય છે. મહાશિવરાત્રિ પર્વ નિમિતે મેળો પણ ભરાશે અને સાંજે બરફના શિવલીંગના દર્શન થશે. મહાશિવરાત્રિને લઇ ભોળાનાથની અખંડ ધૂનનો કાર્યક્રમ પણ યોજાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here