સોનામાં રૂ. ૫૨૪ અને ચાંદીમાં રૂ. ૪૮૧ની નરમાઈ

0
329
આજે અમેરિકાની ૧૦ વર્ષીય ટ્રેઝરીની યિલ્ડ અથવા તો ઉપજ વધીને ત્રણ મહિનાની ઊંચી સપાટીએ પહોંચી હતી.
આજે અમેરિકાની ૧૦ વર્ષીય ટ્રેઝરીની યિલ્ડ અથવા તો ઉપજ વધીને ત્રણ મહિનાની ઊંચી સપાટીએ પહોંચી હતી.

મુંબઈ: આંતરરાષ્ટ્રીય બજારમાં આજે અમેરિકી ટ્રેઝરીની ઊપજમાં વધારો અને ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતાં સોનાના ભાવમાં ૧.૨ ટકાનો અને ચાંદીના ભાવમાં ૧.૫ ટકા જેટલો ઘટાડો આવ્યાના અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ બન્ને કિંમતી ધાતુઓના ભાવમાં નરમાઈનું વલણ રહ્યું હતું, જેમાં ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૪૮૧નો અને સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૨૨થી ૫૨૪નો ઘટાડો આવ્યો હતો. સોનાચાંદીના ભાવમાં આવી રહેલા ઘટાડાને કારણે પ્રવર્તમાન લગ્નસરા પેટે રિટેલ સ્તરની માગ એકંદરે સારી રહે છે. આજે અમેરિકાની ૧૦ વર્ષીય ટ્રેઝરીની યિલ્ડ અથવા તો ઉપજ વધીને ત્રણ મહિનાની ઊંચી સપાટીએ પહોંચી હતી. તેમ જ ડૉલર ઈન્ડેક્સ પણ બે મહિનાની ઊંચી સપાટીએ રહ્યો હોવાથી લંડન ખાતે સોનામાં રોકાણકારોની વેચવાલી અને નવી લેવાલીનો અભાવ રહેતાં ભાવમાં ઘટાડો આવ્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here