સોનું ફરી વધી Rs 32,000ના સ્તરે, ક્રૂડમાં આગળ વધતો સુધારો

0
1065
એજન્સી > નવી દિલ્હી
વૈશ્વિક હૂંફે સ્થાનિકમાં પણ સોના અને ચાંદીના ભાવમાં સુધારાનો ટ્રેન્ડ આગળ વધ્યો હતો. સોનું વિદેશમાં પાંચ સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચતા સ્થાનિકમાં ફરી Rs 32,000ની સપાટીએ પહોંચ્યુ હતું જે આગલા દિવસની સામે વધુ Rs 300 મજબૂત થયું હતું. સોનાની પાછળ ચાંદીમાં પણ સુધારો જળવાયો હતો અને Rs 200 વધીને Rs 37,200 રહી હતી. વૈશ્વિક સ્તરે સોનું પાંચ સપ્તાહની ઊંચી સપાટીએ 1,341 ડોલર ટ્રેડ થતી હતી જે આગલા દિવસ સામે વધુ 12 ડોલર ઊંચકાઈ હતી. ડોલર ઇન્ડેક્સની નરમાઇની પોઝિટીવ અસર બુલિયન માર્કેટમાં જોવા મળી હતી. સોનાની પાછળ વૈશ્વિક ચાંદી 19 સેન્ટ ઊછળીને ચાર સપ્તાહની ઊંચી સપાટી 14.55 ડોલર ક્વોટ થતી હતી. ડોલર સામે રૂપિયો સાધારણ 3 પૈસા ઘટીને 70.49ના સ્તરે રહેતાં તેની પણ બુલિયન માર્કેટ પર પોઝિટીવ અસર જોવા મળી હતી. જેને પગલે વાયદામાં સોનું Rs 80 અને ચાંદી Rs 380 વધીને ટ્રેડ થતાં હતા. વૈશ્વિક સોનું ફરી એકવાર ઊછળીને પ્રતિકારક સ્તર 1250 ડોલરની નજીક સરક્યું છે..
દરમિયાન ઓપેક દેશોની બેઠક સમયે જ ક્રૂડના ભાવમાં મજબૂતાઇનો માહોલ આગળ વધ્યો હતો. છેલ્લા ત્રણ દિવસમાં ક્રૂડના ભાવમાં નીચા મથાળેથી લગભગ આઠ ટકાનો સુધારો જોવાયો છે. રશિયા અને સાઉદીએ ક્રૂડના ઉત્પાદન પર કાપ મૂકવાની રજૂઆત કરતાં બ્રેન્ટ બે ટકા મજબૂત રહીને બેરલે 62.91 ડોલર અને ડબલ્યુટીઆઈ 1.7 ટકા વધીને 53.86 ડોલર ક્વોટ થતાં હતા. વધુમાં કેનેડા દ્વારા પણ વધુ પડતા પુરવઠા પર અંકુશ મૂકવામાં આવે તેવા અહેવાલો મળતા હતા..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here