સૌથી મોંઘી ફિલ્મ હશે રિતિક-દીપિકાની

0
237
જાણવા મળી રહ્યું છે કે સિદ્ધાર્થ આનંદનની ફિલ્મનું બજેટ 250 કરોડ રૂપિયા હશે.
જાણવા મળી રહ્યું છે કે સિદ્ધાર્થ આનંદનની ફિલ્મનું બજેટ 250 કરોડ રૂપિયા હશે.

નવી દિલ્હીઃ રિતિક રોશન  અને દીપિકા પાદુકોણની જોડી પ્રથમવાર સિલ્વર સ્ક્રીન પર ધમાલ મચાવવાની છે. હાલમાં રિતિક રોશન પોતાની અપકમિંગ ફિલ્મ ફાઇટર (Fighter)નું એક મોશન પોસ્ટર રિવીલ કર્યુ છે, જેમાં તે દીપિકાની સાથે પ્રથમવાર જોવા મળવાનો છે. બંન્ને સ્ટાર એકબીજા સાથે સ્ક્રીન શેર કરવા માટે એક્સાઇટેડ છે. આ ફિલ્મને લઈને હવે અંદરની જાણકારી સામે આવી રહી છે.

જાણવા મળી રહ્યું છે કે ફાઇટર બોલીવુડની સૌથી મોંઘી ફિલ્મ હશે. દીપિકા પાદુકોણ અને રિતિક રોશન સ્ટારર ફાઇટર હાઈ એટ્રેક્શન ડ્રામા ફિલ્મ છે જેમાં દેશભક્તિ સિવાય રોમાન્સના સીન્સ પણ ભરપૂર હશે. જાણકારી પ્રમાણે ફાઇટર બી-ટાઉનની મોસ્ટ એક્સપેન્સિવ એટલે કે સૌથી મોંઘી ફિલ્મ હશે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી બોલીવુડમાં આટલા બજેટની કોઈ ફિલ્મ બની નથી. આ પહેલા 175 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી ફિલ્મ પ્રેમ રતન ધન પાયો  અને ધૂમ 3 ને હિન્દી સિનેમાની સૌથી મોંઘી ફિલ્મ ગણવામાં આવે છે, જ્યારે ફાઇટરનો ખર્ચ 250 કરોડ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here