હું મારી ગાયકીની કળાને વધારે પ્રદર્શિત કરવા માગું છુ: પરિણીતી ચોપરા

0
906

(જી.એન.એસ.)મુંબઈ,તા.૨૨
તાજેતરમાં જ રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ ‘કેસરી’માં ‘તેરી મિટ્ટી’ ગીત પોતાનાં જ સ્વરમાં ગાનાર અભિનેત્રી પરિણિતી ચોપરાને હજી વધારે ગીતો ગાવાની ઈચ્છા છે અને પોતાને એ માટે તક આપવા અને એની ગાયકીની ટેલેન્ટનો વધારે લાભ લેવા એ સંગીતકારોને કહી રહી છે.
એક નિવેદનમાં પરિણિતીએ કહ્યું કે, ‘મને લાગે છે કે વધારે ગીતો ગાવાનો મારા માટે સમય હવે આવી ગયો છે. હું શું કરી શકું એમ છું એ હું લોકોને બતાવવા માગું છું, કારણ કે મને લાગે છે કે હું સારું ગાઈ શકું છું. મેં ગાયકી માટે પૂરતી તાલીમ લીધી છે અને હું મારી આ કળાને વધારે પ્રદર્શિત કરવા માગું છું, જેથી હું વધારે ને વધારે સારું ગાઈ શકું.’
પરિણિતીએ વધુમાં કહ્યું છે કે, ‘મારે મધુર ધૂનવાળા ગીતો ખૂબ ગાવા છે. જે સંગીતકારો નવા ગાયકોની તલાશ કરતા હોય તો એમને મારી અપીલ છે કે તેઓ મને પણ તક આપે.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here