૨૬મી ઓક્ટોબર ના રોજ વિશાળ જ્વાળામુખી ફાટી શકે છેઃ તથાગત કશ્યપ

0
1138
૨૬મી ઓક્ટોબર ના રોજ વિશાળ જ્વાળામુખી ફાટી શકે છેઃ તથાગત કશ્યપ
૨૩ ઓક્ટોબર-૨૦૧૮ઃ  આકાશને માણવાની અને આ અચંબાઓને બતાવવાની પેશન ધરાવતા શહેરના અમેચ્યોર એસ્ટ્રોનોમર (ખગોળશાસ્ત્રી)એ   ૨૬મી ઓક્ટોબર ના રોજ વિશાળ જ્વાળામુખી ફાટી શકે છે તેવી આગાહી  આપી હતી.દક્ષિણ અમેરિકન અને આફ્રિકન ટેક્ટોનિક પ્લેટ વચ્ચે જ્વાળામુખી ફાટવાની શક્યતા છે.આ આગાહી કરનાર અમેચ્યોર એસ્ટ્રોનોમર છે તથાગત કશ્યપ કહે છે કે, તેઓ અગાઉ પણ અનેક વખત ભૂકંપ તેમજ જ્વાળામુખી ફાટવાની આગાહી કરી ચૂક્યા છે અને તે અગાહી સાચી પણ પડી છે.
આ અંગે તથાગત કશ્યપે જણાવ્યું કે, “હું છેલ્લા ૧૭ વર્ષથી કુદરતી આપત્તિઓનું પુર્વાનુમાન પર સ્વતંત્ર રીતે સંશોધન કરુ છું. મારા સંશોધન પ્રમાણે તા.૨૬ ઓક્ટોબર ૨૦૧૮ ના નીચે જણાવેલી કુદરતી આપત્તિઓ આવી શકે છે. જ્વાળામુખી વિસ્ફોટ ઃ આ દિવસોમાં પૃથ્વી ઉપર મોટામાં મોટો જ્વાળામુખી વિસ્ફોટ થશે, આ જ્વાળામુખી વિસ્ફોટ વિષુવૃત્ત ઉપરના જ્વાળામુખીમાં થશે, તેમાં સૌથી વધુ જ્વાળામુખી ફાટવાની સંભાવના દક્ષીણ અમેરીકા અને આફ્રિકા ની ટેક્ટોનીક પ્લેટ વચ્ચે થઈ શકે છે, આ જ્વાળામુખી વિસ્ફોટની સૌથી વધુ સંભાવના નીચે જણાવેલ અક્ષાંશવૃત્ત – રેખાંશવૃત્તમાં  દર્શાવેલ છે. અક્ષાંશ વૃત્ત ઃ- ૦ં થી ૪૦ં દક્ષિણ, રેખાંશ વૃત્ત ઃ- ૮૦ં પશ્વિમથી ૬૦ં પૂર્વ. પૃથ્વી ઉપર વિન્ડ બેલ્ટ પર અસામાન્ય ફેરફાર થશે. જેની અસરો ના રૂપે  વિશ્વભરમાં વાતાવરણમાં મોટો પલટો, વિશ્વભરમાં ઠેકઠેકાણે હિમ વર્ષા, વીજળીઓ સાથે ચક્રવાત અને વરસાદ રહેશે.”
તથાગત કશ્યપે જણાવ્યું કે “મારા બીજા પુર્વાનુમાન પ્રમાણે જાન્યુઆરી થી ઓગષ્ટ ૨૦૨૦ સુધી સતત ૮ મહિનામાં સૌથી વધારે પ્રમાણમાં ભુકંપો, જ્વાળામુખી, હિમવર્ષા, વિજળીઓ સાથે વરસાદ અને ચક્રવાત સતત ચાલુ રહેશે. અગાઉ મારી સાચી પડેલી આગાહીઓ,૧૧ જાન્યુ. ૨૦૧૪માં ઈન્ડોનેશિયામાં જ્વાળામુખી ફાટ્યો તેની આગાહી તેણે ૮મહિના અગાઉ કરી હતી જે સાચી પડી હતી.૧૪થી૧૬ નવેમ્બર ૨૦૧૪માં ઈન્ડોનેશિયામાં ૫ રિક્ટર સ્કેલનો ભૂકંપ આવશે તે આગાહી કરી.૧૫ નવેમ્બરે ભૂકંપ આવ્યોહતો.”
જ્વાળામુખીય વિસ્ફોટનું પૂર્વાનુમાન ૨૦૧૮ થી ૨૦૫૦
૨૬-૧૦-૨૦૧૮ ૨૩-૦૩-૨૦૨૫ ૧૧-૦૮-૨૦૩૧ ૦૪-૦૧-૨૦૩૮ ૨૭-૦૫-૨૦૪૪ ૧૫-૦૩-૨૦૪૯
૦૩-૦૬-૨૦૨૦ ૨૪-૧૦-૨૦૨૬ ૨૦-૦૩-૨૦૩૩ ૦૮-૦૮-૨૦૩૯ ૦૧-૦૧-૨૦૪૬ ૧૬-૧૦-૨૦૫૦
૦૯-૦૧-૨૦૨૩ ૦૧-૦૬-૨૦૨૮ ૨૧-૧૦-૨૦૩૪ ૧૮-૦૩-૨૦૪૧ ૦૬-૦૮-૨૦૪૭
૧૩-૦૮-૨૦૨૩ ૦૬-૦૧-૨૦૩૦ ૩૦-૦૫-૨૦૩૬ ૧૯-૧૦-૨૦૪૨
 
(નોંધ ઃ ઉપર જણાવેલ તારીખોમાં એક દિવસનો ફેરફાર રહી શકે છે.)
ઉપર જણાવેલ તારીખોમાં પૃથ્વી પર સૌથી મોટા જ્વાળામુખીય વિસ્ફોટ થશે.આ તારીખોમાં પૃથ્વી પર વાતાવરણમાં મોટો પલટો અને અનેક જગ્યાએ હિમવર્ષા, હરિકેન, વિજળીઓ સાથે વાવાઝોડુ અને વરસાદ આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here