17મી નેશનલ કોન્ફરન્સ ઓફ ગ્રોથ ડેવલપમેન્ટ એન્ડ બિહેવીઅરલ પિડિયાટ્રીક્સ 2018 – જીડીબીપીકોન 2018 નું આયોજન

0
956

17મી નેશનલ કોન્ફરન્સ ઓફ ગ્રોથ ડેવલપમેન્ટ એન્ડ બિહેવીઅરલ પિડિયાટ્રીક્સ 2018 – જીડીબીપીકોન 2018 નું આયોજન

અમદાવાદ,24 નવેમ્બર 18  :તબીબી સમુદાયના તમામ મિત્રોને જાણ કરવાની કે ટીમ જીડીબીપીકોન 2018નું આયોજન 17મી નેશનલ કોન્ફરન્સ ઓફ ગ્રોથ ડેવલપમેન્ટ એન્ડ બિહેવીઅરલ પિડિયાટ્રીક્સ 2018નું આયોજન એએમએ, અમદાવાદ ખાતે 23થી 25 નવેમ્બર, 2018 સુધી કરાયું છે. આ આયોજન અમદાવાદ અને એકેડમી ઓફ પિડિયાટ્રિક્સ, અમદાવાદ અને ગુજરાત દ્વારા કરવામાં આવ્યું છે. આ પીડિયાટ્રીસિયન્સ માટે ઉત્તમ તક છે કે તેઓ 21મી સદીમાં બાળકોના ગ્રોથ, ડેવલપમેન્ટ અને બિહેવીરિઅલ ઈસ્યુઝ સંબંધિત પ્રેક્ટિસીસ અને પ્રવાહોને જાણી શકશે. આ ઉપરાંત આ એક એવી પણ ઉત્તમ તક છે જેમાં અટપટા પીડિયાટ્રિક ઈસ્યુઝ અંગે નિષ્ણાતો સાથેની કેટલીક રસપ્રદ સેશન્સમાં પણ સામેલ થઈ શકાશે. આ ઉપરાંત રાજ્યમાંથી અનેક ફેકલ્ટીઝની સાથે દેશભરના જાણીતા ફેકલ્ટીઝ પણ કોન્ફરન્સમાં સામેલ થશે.

ગુજરાતીમાં કહેવત છેઃ ‘પુત્રના લક્ષણ પારણામાંથી’

જેનો અર્થ એ થાય છે કે પારણામાં રહેલા બાળકના વ્યવહાર પરથી ઘણી બાબતોનો ખ્યાલ આવી શકે છે.

જીડીબીપીકોન 2018 ખાતે ડેવલપમેન્ટલ ડિસઓર્ડર સાથેના બાળકના જીવનમાં રંગો ઉમેરવા માટે થીમ અને લક્ષ્ય સાથે સુઆયોજિત વર્કશોપ્સ અને સાયન્ટિફિક પ્રોગ્રામ ડિઝાઈન કરાયા છે. આપણે જાણીએ છીએ તેમ ન્યુરોડેવલપમેન્ટ સ્ક્રીનીંગ અને એસેસમેન્ટ દરેક બાળકનો અધિકાર છે અને ડેવલપમેન્ટલ ડિસઓર્ડર્સ માત્ર માતાપિતાની ચિંતાની વાત નથી પણ પીડિયાટ્રીસિયન્સ, સાઈકિયાટ્રીસ્ટ, થેરાપીસ્ટ અને સમાજની પણ તેમાં ફરજિયાત ભૂમિકા રહેલી છે. અમે બાળકો કે જેઓ ખાસ જરૂરિયાત ધરાવે છે તેમના માટે આ કોન્ફરન્સ દ્વારા ઉપલબ્ધ સંસાધનો, સારવારમાં એડવાન્સમેન્ટ અને સંભાવનાઓ વિશે જાગૃતિ ફેલાવવા માગીએ છીએ.

 

સ્પીચ ડિલે, શોલેસ્ટીક બેકવર્ડનેસ, ઓટિઝમ, એડીએચડી, બાળકોમાં બિહેવરીઅલ ઈસ્યુઝ, લર્નિંગ ડિસએબિલિટીઝ આજે માતાપિતાને વધુ ચિંતિત કરે છે.

ગ્રોથ એ પિડિયાટ્રીક પ્રેક્ટીસનો એક અભિન્ન હિસ્સો છે અને દરેક માતાપિતા માટે ચિંતાનો વિષય છે. બાળકના જેનેટિક મેકઅપ અને પર્યાવરણ ઉપરાંત પોષણ મોટી ભૂમિકા ભજવે છે.

 

કોન્ફરન્સીસમાં બે વર્કશોપ્સ સામેલ છે જેમાં અનેક પેનલ ડિસ્કશન્સ અને અનેક અન્ય ઉપયોગી સેશન્સ યોજાશે. આ બે વર્કશોપ્સ નીચે પ્રમાણે છેઃ

  • ક્રેડલ ટુ ક્રેયોનઃ અર્લી ઈન્ટરવેન્શન
  • બાળકોમાં સંવેદનાત્મક સમસ્યાઓ

 

આથી, તબીબી સમુદાયને અનુરોધ છે કે આ કોન્ફરન્સની નોંધ લે અને તેમની કરિયર કરતાં વિશેષ પ્રયાસો આ દિશામાં કરે. આ ક્ષેત્રે પુષ્કળ જાગૃતિ અને ટીમ વર્કની આવશ્યકતા છે.

 

ડો. નિશ્ચલ ભટ્ટ

ઓર્ગેનાઈઝીંગ ચેરપર્સન                                                         ડો. અમોલા પટેલ

ઓર્ગેનાઈઝીંગ સેક્રેટરી

પ્રમુખ, એઓપી, ગુજરાત                                                     GDBPCON 2018.

 

 

 

2018નું આયોજન 17મી નેશનલ કોન્ફરન્સ ઓફ ગ્રોથ ડેવલપમેન્ટ એન્ડ બિહેવીઅરલ પિડિયાટ્રીક્સ 2018નું આયોજન કરવામાં આવ્યું હતું

આ આયોજન અમદાવાદ અને એકેડમી ઓફ પિડિયાટ્રિક્સ, અમદાવાદ અને ગુજરાત દ્વારા કરવામાં આવ્યું છે.

આ પીડિયાટ્રીસિયન્સ માટે ઉત્તમ તક છે કે તેઓ 21મી સદીમાં બાળકોના ગ્રોથ, ડેવલપમેન્ટ અને બિહેવીરિઅલ ઈસ્યુઝ સંબંધિત પ્રેક્ટિસીસ અને પ્રવાહોને જાણી શકશે.

જીડીબીપીકોન 2018 ખાતે ડેવલપમેન્ટલ ડિસઓર્ડર સાથેના બાળકના જીવનમાં રંગો ઉમેરવા માટે થીમ અને લક્ષ્ય સાથે સુઆયોજિત વર્કશોપ્સ અને સાયન્ટિફિક પ્રોગ્રામ ડિઝાઈન કરાયા છે.

ડો. નિશ્ચલ ભટ્ટ

ઓર્ગેનાઈઝીંગ ચેરપર્સન

પ્રમુખ, એઓપી, ગુજરાત

ડો. અમોલા પટેલ

ઓર્ગેનાઈઝીંગ સેક્રેટરી

GDBPCON 2018.

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here