સગરામપુરામાં અપાર્ટમેન્ટમાં આગ લાગી, જીવ બચાવવા લોકો ચોથા માળેથી નીચે ઉતર્યા

0
217
સુરતના સગરામપુરા વિસ્તારમાં આગની ઘટના ઘટી છે. વિસ્તારમાં આવેલા એક અપાર્ટમેન્ટમાં આગ ફાટી નીકળી. આગના કારણે અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે.
સુરતના સગરામપુરા વિસ્તારમાં આગની ઘટના ઘટી છે. વિસ્તારમાં આવેલા એક અપાર્ટમેન્ટમાં આગ ફાટી નીકળી. આગના કારણે અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે.

સુરત: સુરત (Surat) ના સગરામપુરા વિસ્તારમાં આગની ઘટના ઘટી છે. વિસ્તારમાં આવેલા એક અપાર્ટમેન્ટમાં આગ (Fire) ફાટી નીકળી. આગના કારણે અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન છે. આગના કારણે ચારેબાજુ અફરાતફરીનો માહોલ છે. અપાર્ટમેન્ટના રહેવાસીઓ જીવ બચાવવા માટે ચોથા માળેથી બીજા એપાર્ટમેન્ટમાં પોતાની જાતે જ રેસ્ક્યૂ કર્યું. ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવા માટે પ્રયત્ન કરી રહી છે. છેલ્લે મળતી માહિતી મુજબ હાલ આગ પર કાબૂ મેળવી લેવાયો છે. ઘરનો સામાન ઘર વખરી બધુ બળીને ખાખ થઈ ગયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here